સંતરામપુર નગરમાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ રસ્તા ના કામોમાં મોટા પ્રમાણમાં ખાઈકીના ખેલો ખેલાયાંની આશંકા.? વારંવાર એક જ એજન્સીના કામો ફાળવાતા આશ્ચર્ય.!!

Editor Dahod Live
2 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુર નગરમાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ રસ્તા ના કામોમાં મોટા પ્રમાણમાં ખાઈકીના ખેલો ખેલાયાંની આશંકા.?

વારંવાર એક જ એજન્સીના કામો ફાળવાતા આશ્ચર્ય.!!

એજન્સી દ્વારા હલકા ગુણવત્તાની માલ મટીરીયલ વાપરતા બે વર્ષમાં માર્ગો ખખડધજ બન્યા.

સમગ્ર મામલે વિજિલન્સ તપાસ અનિવાર્ય બની..!!

સંતરમપુર તા.30

સંતરામપુર નગરપાલિકા છેલ્લા પાંચ વર્ષમાં રસ્તાઓ પાછળ કરોડ રૂપિયા ખર્ચે નાયખા તેમ છતાં નગરજનોની સારા રસ્તાની સુવિધા મળી જ નહીં છે . સાથે સાથે એક જ એજન્સીને કામો આપીને નગરમાં અનેક સવાલો ઊભા થયા છે .

 

સંતરામપુર નગરપાલિકા દ્વારા કુલ છ બોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં આરસીસી રસ્તા બનાવ્યા સત્યપ્રકાશ સોસાયટી રજા નગર વિસ્તાર વાડી વિસ્તાર કોર્ટની સામે હડમત ફળિયા અમરદીપ સોસાયટી દરેક જગ્યાએ એક જ એજન્સી એ રસ્તાઓ બનાવીને પાલિકાએ તેની પાછળ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ છેલ્લા બે થી ત્રણ વર્ષમાં તમામ રસ્તાઓ તૂટી ગયેલા જોવા મળી આવેલા છે દરેક રસ્તાઓમાં ગુણવત્તા વગરની કામગીરી હોવાની આશંકા એજન્સી દ્વારા ગમે ત્યારે પણ રસ્તો બનાવે તો પ્લાન્ટ ઉપર જ માલ તૈયાર કરીને ફક્ત રસ્તો બનાવવાની કામગીરી કરતી હોય છે તળ ઉપર જવાબદાર અધિકારી ના હોવાના કારણે કામગીરીમાં વેટ ઉતારવાનું જોવા મળેલું છે વાગડિયા વાસ અને હડમત ફળિયામાં આરસીસી રસ્તાની એક વર્ષ પણ ન થયો બહાર બહાર કાકરી અને સળિયા જોવા મળી આવેલા છે રસ્તાની ઉપર દરિયો અને પાવડર ઉડતો જોવા મળી આવેલો છે આટલી હલકી કક્ષાનું મળેલ વાપરીને સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તેમ છતાં સરકારી તંત્ર દ્વારા નથી જાગૃત નાગરિકો અને ભૂતપૂર્વક કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી જ નથી જાગૃત નાગરિકે અગાઉ પણ આવી ગુરુત્વાકાની કામ થયેલી અને નગરના વિકાસના કામો માટેની વિજિલન્સ તપાસ કરવા માટેની પણ કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં આશરે કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા પણ સંતરામપુરમાં હજુ પર પ્રાથમિક સુવિધામાં અને સારા રસ્તાની સુવિધાથી નગરજનો વંચિત જોવા મળી આવેલા છે ખરેખર સરકારના આવા નાણાનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તે તપાસનો વિષય બન્યો છે જો આવી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોય અને ગુજરાત સરકારના કરોડો રૂપિયાનો ગેરિતિયો સામે વિજિલન્સ તપાસ થાય તે જરૂરી છે.

Share This Article