
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાની બાંધકામ શાખામાં નકલી કર્મચારીની તપાસ કરવા આપ અનેક કોંગ્રેસે આવેદન આપ્યું.
સાપ ગયા અને લિસોટા રહી ગયા જેવો ઘાટ સર્જાયો.
નકલી અધિકારી નકલી કચેરીઓની બોલબાલા વચ્ચે સંજેલી તાલુકાના બાંધકામ શાખાનો અસલી કચેરીમાં નકલી કર્મચારીની તપાસની માંગ.
સંજેલી તા.29
દાહોદ જિલ્લામાં 6 નકલી કચેરી પકડાયા બાદ નકલી હુકમો નકલી કચેરીઓ અને નકલી કર્મચારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે લીમખેડા ફતેપુરા અને હવે સંજેલીમાં પણ બાંધકામ શાખામાં નકલી કર્મચારીઓ નો વિડીયો વાયરલ બાદ કોંગ્રેસ અને આપ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરવા માટે આવેદન આપતા તાલુકામાં ખળબલાટ મચી જવા પામ્યો છે હવે તો નકલીની બોલબાલા વચ્ચે દાહોદ પણ નકલી નામથી ઓળખાય તો કોઈ નવાઈ નહીં. સંજેલી તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા નરેન્દ્રભાઈ ડામોર નો ક્લાર્ક તરીકે નોકરી કરે છે તેમ જાણવા મળ્યું છે તે વ્યક્તિ નકલી કર્મચારી હોવાનું જાણવા મળતા સંજેલીમાં ચકચાર મચી જવા પામી છે તે કર્મચારી કેટલા સમયથી ફરજ બજાવે છે તે વ્યક્તિ કયા કયા પ્રકારના કામો કરે છે અને કેટલા વર્ષથી ફરજ બજાવે છે તેની તટસ્થ તપાસ કરવા સાથે 15 થી 20 લાખની ગાડી પણ લઈને ફરે છે તેવા આક્ષેપો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે આના પાછળ કેટલા માથાભારે મોટા માણસોના હાથ પણ હોઈ શકે છે તે એક તપાસનો વિષય બની જવા પામેલ છે.