
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા મોટીરેલ ગામની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી
પ્રસ્તુતાને સિકલસેલ હોવાના કારણે આફવા સરકારી દવાખાના બાદ સુખસર સરકારી દવાખાના માંથી દાહોદ ઝાયડસ હોસ્પિટલ દાહોદમાં રિફર કરાતા રસ્તામાં ડિલિવરી કરાવવાની ફરજ પડી
સુખસર,તા.29
28 જૂન 2024 ના રોજઆજ રોજ મોટીરેલ ગામની એક મહિલાને ડીલેવરી દુઃખાવો ઉપડતા મોટીરેલથી પી.એચ.સી આફવા લાવવામાં આવ્યા હતા.ત્યારે સ્ટાફે પેશન્ટને ચેક કરતાં પેશન્ટને સિકલસેલ હોવાથી પેશન્ટ ને સી.એચ.સી સુખસર રિફર કર્યા હતા. સી.એચ.સી સુખસરથી પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ રીફર રીફર કરવાની ફરજ પડી હતી.જેથી ડીલેવરી પેશન્ટને લઇ ને ઝાયડસ હોસ્પિટલ દાહોદ જવાં રવાનાં થયા હતા. પરંતુ પ્રસૂતાને દુખાવો વધારે ઉપડવાથી 108 ના માંજ ડિલિવરી કરાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઈ.એમ.ટી મનીષા કટારા અને પાયલોટ યસપાલસિહે એમ્બ્યુલન્સ દાહોદ સેવાસદન પાસે સાઈડમાં ઊભી રાખીને ડિલેવરી કરાવી હતી. તેમજ 108 ના ઇ.આર.સી.પી ડૉ.મહેશ ભાઈની સલાહ મુજબ ઇંજેક્શન,ઓક્સીટોસિન અને આર.એલ બોટલ આપી પેશન્ટની અને બેબીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.ત્યારબાદ સિવીલ હોસ્પિટલમાં 108 ના કર્મચારીઓ દ્વારા હેમ ખેમ હેન્ડ ઓવર કરાવ્યું હતું.આ રીતે 108 એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.