Wednesday, 11/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 યોજાયો

June 28, 2024
        1335
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 યોજાયો

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 યોજાયો

ભિતોડી પ્રાથમિક શાળામાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની અધ્યક્ષતામાં આંગણવાડીમાં 15 બાળકો અને બાલ વાટિકાના 22 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો

સુખસર,તા.28

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 યોજાયો

 ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં આજરોજ શુક્રવારના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.સદર કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયાર હાજર રહ્યા હતા.સૌપ્રથમ શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ,થાળી, કુંડી અને તલવાર નૃત્ય દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતુ.સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારબાદ શાળા પરિવાર, ગ્રામજનો દ્વારા મહેમાનોને સાલ ઓઢાડી અને સાફો બાંધી આદિવાસી સંસ્કૃતિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.તથા બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આંગણવાડીના 15 બાળકો અને બાલવાટીકાના 22 બાળકોને મહેમાનો વરદ હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો.ત્યારબાદ બાલિકાઓ શિલ્પાબેન,જીવિકાબેન, અને પીનલબેન દ્વારા યોગ ભગાવે રોગ, વ્યસનમુક્તિ અને દીકરી બચાવો વિષય પર ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ધોરણ 3 થી 8 અને 11 તથા તથા12 માં ધોરણમાં પહેલો નંબર મેળવેલ તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.આ શાળામાં ભણીને દુબઈ ગયેલ વિદ્યાર્થીને વીડિયો કોલના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવીને સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ બી.આર.સી મુકેશભાઈ પટેલ દ્વારા સરકારની તમામ યોજનાઓની વિગતવાર છણાવટ કરવામાં આવી હતી.તથા પોતાના બાળકોને શાળાએ મોકલવા જણાવ્યું હતું.છેલ્લે કાર્યક્રમના અધ્યક્ષ શંકરભાઈ અમલીયાર દ્વારા તેજસ્વી તારલાઓને શુભેચ્છા પાઠવી અને તમામ વાલીઓ અને બાળકોને શિક્ષણ અને સંસ્કાર અપાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.સાથે બાળકોમાં રહેલ કૌશલ્ય અને કળાને ઓળખીને તેને યોગ્ય સ્ટેજ આપવા માટે શાળા પરિવાર અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું.તથા શાળા અને ગામે કરેલ વિશિષ્ટ કામગીરીને શંકરભાઈ અમલીયાર દ્વારા બિરદાવવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ લોક સહકારથી કરવામાં આવ્યો હતો.જેમાં 8500 જીતુભાઈ તરફથી મંડપ સહયોગ 2150 બાળકોને કીટનો સહયોગ,એફ.જે.ચરપોટ,શૈલેષભાઈ રાકેશભાઈ બારીયા દિનેશભાઈ તરફથી મળ્યો,3,500 સાઉન્ડ મહેશભાઈ મછાર તરફથી 15500 રૂપિયા કિશનભાઇ તરફથી,તિથિ ભોજન દાળભાત પુરી શાક રમકડા અને બુંદી નો સહયોગ મળ્યો 3500 રૂપિયા શૈલેષભાઈ રેવાભાઈનો રસોઈ બનાવવાનો 800 રૂપિયા નારુભાઈ મહારાજ તરફથી સોફાનો સહયોગ અને 5,500 બાળકોને રોકડ પુરસ્કાર મળી કુલ 39450 નો લોક સહયોગથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં ગામમાંથી 650 જેટલા વાલીઓ, ગ્રામજનો અને બાળકો હાજર રહ્યા હતા. શંકરભાઈ અમલીયાર દ્વારા એસ.એમ.સી મિટિંગ યોજવામાં આવી હતી.ત્યારબાદ ગ્રામજનો દ્વારા ચાસના પ્રયોગના માધ્યમથી શાળામાં 11 સી.સી.ટી.વી કેમેરાનો તથા કમ્પ્યુટર લેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.છેલ્લે વૃક્ષારોપણ કરીને એક યાદગાર પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!