
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા મામલતદારના અધ્યક્ષતામાં સિંગવડ તાલુકાની નવ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.
સીંગવડ તા. ૨૮
દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 21 માં ‘શાળા પ્રવેશોત્સવ’ અને કન્યા કેળવણી મહોત્સવ 2024-25 ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે સિંગવડ તાલુકાના મામલતદાર જી કે શાહના અધ્યક્ષ સ્થાને તોયણી પ્રા શાળા, છાપરવડ મુખ્ય પ્રા શાળા,છાપરવડ સેકન્ડરી સ્કૂલ, મછેલાઈ પ્રા શાળા, કેસરપુર પ્રા શાળા, રત્નેશ્વર માધ્યમિક શાળા, વણઝારીયા પ્રાથમિક શાળા, કુમપુર પ્રાથમિક શાળા, જામદરા પ્રાથમિક શાળા એમ સાત પ્રાથમિક અને બે માધ્યમિક શાળાઓમાં તેઓના અધ્યક્ષ સ્થાને ધોરણ 9 અને ધોરણ 11 ના વિધાર્થીઓને,આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 ના બાળકોને કુમ્ કૂમ્ તિલક કરી મો મીઠું કરાવી, શૈક્ષણિક કીટ આપી ઉત્સાહ ભેર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.. આ પ્રસંગે શાળાઓમાં આવતા સાહિત્યનુ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભવો દ્વારા નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની જેવી અનેક યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે સી.આર.સી કોઓર્ડીનેટર કિરણભાઈ પટેલ, હિરેનભાઈ પ્રજાપતિ, ગામના સરપંચશ્રીઓ , ,એસએમસી અધ્યક્ષ ,એસએમસી સભ્યો, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને આઈ,સી,ડી,એસનો સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો , વિધાર્થીઓ,ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.