
જીગ્નેશ બારીયા, :- દાહોદ
કોરોનાકાળમાં 20 મહિના બાદ આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા ગુજરાતના શિક્ષણ મંત્રીનો નિર્ણય
દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વર્ગો શરૂ કરવા તૈયારીઓની કામગીરીનો આરંભ..
સરકારના એસીપી નું ચુસ્ત પાલન વચ્ચે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરાશે..
ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગોમાં શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત કરાશે
બાળકોના વાલીની સંમતિ દેવામાં આવશે
દાહોદ તા.૨૧
આવતીકાલથી એટલે કે, તારીખ ૨૨મી નવેમ્બરના રોજથી ધોરણ ૧ થી ૫ના વર્ગાે શરૂં કરવાના ગુજરાતના શિક્ષણ મંત્રીના નિર્ણય સાથે દાહોદ જિલ્લા પણ શિક્ષણ વિભાગ દ્વારા વર્ગાે શરૂં કરવાની તૈયારીઓને લઈ કામગીરી આરંભ કરી દેવામાં આવી છે. સરકારના એસ.ઓ.પી.નું ચુસ્ત પાલન કરવામાં આવનાર છે.
કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર દરમ્યાન બાળકોના શિક્ષણ પર પણ ખાસી એવી અસર રહી છે. કોરોનાકાળ દરમ્યાન ધોરણ ૧ થી ૧૨ની શાળાઓ સાથે સાથે કોલેજાે બંધ રહી હતી. ધીમે ધીમે કોરોનાની પકડ ધીમી પડતાં પુનઃ શિક્ષણ આલમ શરૂં કરવામાં આવી રહ્યું છે. અગાઉ ધોરણ ૬ થી ૧૨ના વર્ગાેં શરૂં કરવાના નિર્ણય બાદ આજરોજ ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ ૧ થી ૫ના વર્ગાેં પણ શરૂં કરવામાં આવશે તેવી જાહેરાત સાથે બાળકો તેમજ તેમજ વાલીઓએ તૈયારી શરૂં કરી છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો, આવતીકાલથી એટલે કે, ૨૨મી નવેમ્બરના રોજથી ધોરણ ૧ થી ૫ના વર્ગાે શરૂં કરવાની જાહેરાત સાથે દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણ વિભાગની વહીવટી તંત્ર સાથે એક મીટીંગનું આયોજન પણ રવિવારે કરવામાં આવી હતી. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં ધોરણ ૧ થી ૫નું ફીઝીકલ શિક્ષણ એસ.ઓ.પી.નું પાલન કરી તેમજ બાળકોના સ્વાસ્થ્યનું પાલન કરી શિક્ષણ કામગીરી શરૂં કરવામાં આવશે. એક વર્ગખંડમાં ૫૦ ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. સોશીયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝર વિગેરેનું શાળાઓમાં અને વર્ગખંડોમાં ચુસ્ત પાલન કરવામાં આવનાર છે. બાળકોના વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ મંગાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે ત્યારે હવે ધોરણ ૧ થી ૫ના વર્ગાે પણ શરૂં થતાં શાળા, વર્ગખંડોમાં બાળકોના કલરવ અને ચહલ પહલ પણ જાેવા મળશે. લાંબા સમય બાદ બાળકો પુનઃ સ્કુલ ચલે હમ ના સુત્ર સાથે શાળાએ પહોંચશે.
—————————————–