ફતેપુરામાં નકલી પંચાયત કચેરી ચાલતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ
વીડિયોમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ હાજર હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે
આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ આપ્યા ઉડાઉ જવાબ
ફતેપુરા તા. ૨૭
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયતની નકલી કચેરી ચાલતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે
ફતેપુરા તાલુકાની એક જાગૃત મહિલાએ આ નકલી કચેરીની મુલાકાત લઈને આ નકલી કચેરીનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
આ વાયરલ વીડિયોમાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખ માં અગાઉ કામ કરતો અને થોડા વર્ષ પહેલા એસીબીના હાથે લાંચના છટકામાં ઝડપાયેલો સસ્પેન્ડેડ કર્મચારી વિજય બારીયા નામનો ઈસમ આ કચેરી નું સંચાલન કરતો હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.
તેમજ આ નકલી કચેરીમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી પણ હાજર હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.
આ સમગ્ર બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને પૂછપરછ કરતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ આ બાબતે ઉડાઉ જવાબ આપ્યો હતો અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આ નકલી કચેરી બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દો મને સ્પર્શતો નથી જ્યારે આ બાબત મને સ્પર્શશે તે વખતે હું જવાબ આપીશ આ બાબતે હું કશું કહેવા માંગતો નથી. ફતેપુરા તાલુકામાં ઘણા અધિકારીઓ છે તેમ જ ઘણી કચેરીઓ છે તો બીજા અધિકારીઓને આ બાબતે પૂછો તેમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરીને ઉડાઉ જવાબ આપ્યો હતો ત્યારે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ તેમના હોદ્દાની ગરિમા પણ ન જાળવીને આ નકલી કચેરી બાબતે ઉડાઉ જવાબ આપતા ફતેપુરા તાલુકામાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. અને આ નકલી કચેરી ચલાવવામાં તાલુકા વિકાસ અધિકારી પણ સંડોવાયેલા હોય તેવી ચર્ચાઓ ફતેપુરા તાલુકામાં ઉઠવા પામી છે.
આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ વીડિયોમાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરીનો એસીબીના હાથે લાચ લેતા ઝડપાયેલો અને સસ્પેન્ડ થયેલો કર્મચારી વિજય બારીયા નામનો કર્મચારી આ કચેરીને સંચાલન કરતો હોવાનું જણાય આવે છે તેમજ આ કચેરીમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી સહિત વિવિધ લોકો હાજર હોવાનું જણાઈ આવે છે.
ત્યારે આ નકલી કચેરી બાબતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ અને હોદ્દેદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ નકલી કચેરી બાબતે ફતેપુરા તાલુકાના કેટલાય મોટા માથા ના નામ ખૂલે તેવી સો ટકા શક્યતાઓ સેવાઈ રહી છે.