બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના જગોલા, પાટવેલ, આપ તળાઈ ગામની પ્રાથમિક શાળાના બાળકોને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમએ મોં મીઠું કરાવી કુમ કુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાવ્યો
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ શાળાના બાળકો સાથે રમુજી રીતે બાળસંવાદ સાધી સ્વચ્છતા જાળવવા, શાળાએ નિયમિત આવવા, અભ્યાસમાં નિપૂર્ણ બનવા પ્રોત્સાહિત કર્યા
સુખસર,તા.27
સમગ્ર ગુજરાત કન્યા કેળવણી અને શાળા પ્રવેશો ઉત્સવને લઈને ઠેર ઠેર શાળાના બાળકોને બાળવાટિકા, આંગણવાડી અને ધોરણ 1 ના બાળકોને પ્રથમ વર્ષમાં અભ્યાસ અર્થે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ત્યારે ફતેપુરા તાલુકાના જગોલા ,પાટવેલ, આપતળાઇની પ્રાથમિક શાળાઓમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એ શાળાના બાળકોને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી પેન, પાઠ્યપુસ્તક,દફ્તર આપી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે વિદ્યાર્થીઓ,વાલીઓશિક્ષકો અને શાળાના આચાર્ય,ગ્રામજનોને સંબોધીને જણાવ્યું હતું કે,શાળા થકી વિદ્યાર્થીનું જીવન ઘડતર થાય છે.પાયાનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે તે અત્યંત જરૂરી છે.દરેક શિક્ષક મિત્રો કાળજીપૂર્વક ધ્યાન રાખી પોતાના વિષયમાં નીપૂર્ણ બની વિદ્યાર્થીઓને જ્ઞાનસભર શિક્ષણ પૂરું પાડે ટેકનોલોજીના જમાનામાં કોમ્પ્યુટરનું પણ પૂરું જ્ઞાન પોતે લઈ કોમ્પ્યુટર નું જ્ઞાન વિદ્યાર્થીઓને આપે તે દિશામાં તાકીદ કરી હતી.સાથે સાફ-સફાઈ ,સ્વચ્છતા,ગંદકી ન કરવા વ્યસન ન કરવા વ્યસન મુક્ત બનવા પર ભાર મૂક્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ શાળા પ્રવેશો ઉત્સવ બાદ શિક્ષણ, આરોગ્ય,આંગણવાડી વર્કરો,ડોક્ટરોની મીટીંગ લઈ કામગીરીની સમીક્ષા કરી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,પંચાયત ઘર,ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગામમાં થયેલા વિકાસ કાર્યોનું સ્થળ પર જઈ ચેકિંગ કર્યું હતું.તમામ વિભાગના કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારીએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તાકીદ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યઓ,તાલુકાના પંચાયતના સભ્યો, સરપંચો,બી.આર.સી,સી.આર.સી. સહિત તલાટી મંત્રી,એસ.એમ.સીના સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.