મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી કુમાર શાળામાં આઈસીડીએસના અધિકારી ધરાબેન રાઠોડના અધ્યક્ષ સ્થાને પ્રવેશ અપાયો.
વાલવાટિકાના 17 અને ધોરણ 6 ના 23 જેટલા બાળકોને કંકુનો તિલક કરી પ્રવેશ અપાયો.
નાના ભૂલકાઓને કંકુનું તિલક કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો..
દાહોદ તા.27
દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરવામાં આવી છે જેને લઇ આજરોજ કુમાર શાળા ખાતે સંકલિત બાળ વિકાસ અધિકારી રાઠોડ ધરાબેન ના અધ્યક્ષ સ્થાને કુમાર શાળામાં દીપ પ્રાગટ્ય કરી બાળકોને કંકુનું તિલક કરી ઝોલા ચોકલેટ સહીત કીટ આપી પ્રવેશ અપાયો
કાર્યક્રમને અનુલક્ષીને આઇસીડીએસ ના અધિકારીએ ધરાવિન રાઠોડએ વિદ્યાર્થીઓને ભણતરનું મહત્વ વિશે માહિતગાર કર્યા બાળકોને અભ્યાસમાં ધ્યાન આપવા સહિતની માહિતી આપવામાં આવી અને બાળકોને અભ્યાસમાં ધ્યાન આપવા અને સમાજનું નામ રોશન કરવા વિનંતી કરી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો જગુબાપુ,રુચિતારાજ મેડમ આંગણવાડીના બહેનો, શાળાના આચાર્ય, શાળાનો સ્ટાફ વાલીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.