Wednesday, 22/01/2025
Dark Mode

દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળા, પાટિયા ફળિયા વર્ગ શાળા, ઉતર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો 

June 26, 2024
        629

રાજેશ વસાવે :- દાહોદ 

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪

દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળા, પાટિયા ફળિયા વર્ગ શાળા, ઉતર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો  

શિક્ષણ એ વિકાસ અને પ્રગતિની ચાવી છે. યુવાઓ દેશનું ભવિષ્ય છે. દેશના નાગરિકો જેટલા પ્રતિબદ્ધ હોય તેટલો દેશ પ્રગતિ કરે.”-ડો રાજદીપસિંહ ઝાલા

દાહોદ તા. ૨૬

દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળા, પાટિયા ફળિયા વર્ગ શાળા, ઉતર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો 

– રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળા પાટિયા ફળિયા વર્ગ શાળા ઉતર બુનિયાદી આશ્રમ શાળા ખાતે થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.

દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળા, પાટિયા ફળિયા વર્ગ શાળા, ઉતર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો 

ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ વિશે વાત કરતાં પોલીસ અધિક્ષક શ્રીએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવા આપણે મેળા જેવી ઉજવણી કરીએ છીએ. નાના ભુલકાઓને જેથી આનંદ થાય છે તેઓ રડતા નહીં પરંતુ હસતા હસતા શાળામાં પ્રવેશ મેળવે છે. પ્રધાનમંત્રીશ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા ઉદ્દેશ્ય સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. પરંતુ આજે તે આગળ વધીને દરેક વિદ્યાર્થીઓ માટે એક આનંદદાયી પ્રસંગ બની રહ્યો છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો, વાલીઓ તેમજ સમાજે સાથે મળીને કાર્ય કરવું ખુબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ બાળકોના સારા ભવિષ્ય માટે જવાબદારી લેવાની જરૂર છે.

દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળા, પાટિયા ફળિયા વર્ગ શાળા, ઉતર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો 

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા અને મહાનુભાવોએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧માં પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. 

આ પ્રસંગે જિલ્લાના અધિકારીશ્રીઓ, પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી ,સરપંચ શ્રીઓ સહિત લાયઝન અધિકારી શ્રી , બી.આર.સી.કો ઓર્ડીનેટરશ્રી, સી.આર.સી.કો ઓર્ડીનેટરશ્રી શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!