
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકામાં ભાભરા ચોકડી પર WHO ડોક્ટર સચિન ની ઉપસ્થિતિમાં પોલિયો દિવસની ઉજવણી કરાય.
ગરબાડા તા. ૨૩
આજે તારીખ 23 જૂનના રોજ સવારના 07.00કલાકે ગરબાડા તાલુકામાં તમામ બુથ તેમજ આંગણવાડી ખાતે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઝીરો થી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી ના બે ટીપાં પીવડાવવામાં આવતા હોય છે જેમાં આજે ગરબાડા ભાભરા ચોકડી ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન માંથી ડોક્ટર સચિને પોલિયો બુથોની મુલાકાત લીધી હતી જેમાં તેમણે પોલિયો કામગીરીની ચકાસણી કરી હતી અને પોલિયો વિરોધી રસીકરણનું નિરીક્ષણ કરી રસીકરણનો વ્યાપ વધારા જરૂરી સૂચનો કર્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા ઝીરો થી લઈને પાંચ વર્ષ સુધીનું બાળક તે અંગે સૂચનો પણ કર્યા હતા