કલ્પેશ શાહ :- સિંગવડ સિંગવડ તાલુકાના દાસા મુકામેથી સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પોલીઓના ટીપા પીવડાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો
સિંગવડ તા. ૨૪
આરોગ્ય વિભાગ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવાનું આજરોજ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ના નિવાસસ્થાન દાસા સમાજ ઘર ખાતે થી બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી કાર્યક્રમમાં ખુલ્લો મુકવા આવ્યો હતો જેમાં તાલુકા હેલ્થ ઓફિસર મુનિયા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો હાજર રહ્યા હતા અને બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા જ્યારે સિંગવડ તાલુકાના દરેક ગામોમાં તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામુહિક આરોગ્ય કેન્દ્ર મા પણ પોલિયોના ટીપા પીવડાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો