
રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુરના રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવ્યા.
|| રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવ્યા. ||
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવ્યું.
ગરબાડા તા. ૨૩
રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રા ના કુલ 321બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા
રાજ્ય ના દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચ્યું છે , ખાસ કરીને જ્યાં મહામહેનતે પહોંચી શકાય એવા જંગલો માં વસતા આદિવાસી પરિવારોના ઘરે જઇને આરોગ્ય વિભાગની ટીમો બાળકોને રસીકરણ ની સેવાઓ આપે છે આવો જ એક વિસ્તાર છે રતનમહાલ નું જંગલ : રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામોના બાળકો ને પોલિયો રસીકરણ કરીને સુરક્ષિત કરવામાં આવ્યા.