#DahodLive#
દાહોદમાં બોગસ બિનખેતી હુકમ પ્રકરણમાં ઇન્ચાર્જ ચીટનીશ વિજય ડામોરના રિમાન્ડ પુર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો.
દાહોદ તા. ૨૧
દાહોદમાં બોગસ બીનખેતી હૂકમ પ્રકરણમાં ધરપકડ કરાયેલા ઇન્ચાર્જ ચીટનીશ (સિનિયર ક્લાર્ક) ના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે ઉપરોકત આરોપીને જ્યુડીશલ કસ્ટડીમાં મોકલી દીધો હોવાનુ સત્તાવાર રીતે જાણવા મળેલ છે.
દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં મુખ્ય ભેજાબાજ સેશવ પરીખનો સાથ આપનાર તેમજ બોગસ બિનખેતી હુકમમાં સિક્કા મારનાર જિલ્લા પંચાયતમાં ઇન્ચાર્જ ચીટનીશ તેમજ સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજય ડામોર ને દાહોદ પોલીસે સાત દિવસ અગાઉ જિલ્લા પંચાયત ખાતેથી ધરપકડ કરી હતી ત્યારબાદ બીજા દિવસે નામદાર કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે છ દિવસના રિમાન્ડ દરમિયાન ઉપરોક્ત વિજય ડામોર પાસેથી બોગસ બિનખેતી પ્રકરણમાં ખૂટતી કડીઓ તેમજ શેશવ જોડે મળી કેવી રીતે મુકેશ બિનખેતી હુકમ તૈયાર કરી સરકારના પ્રીમિયમની ચોરી કરી હતી સાથે સાથે દાહોદ શહેરમાં અન્ય કેટલા સર્વે નંબરોમાં આ પ્રકારના બોગસ હુકમ કર્યા છે. તે અંગેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ આજરોજ વિજય ડામોરના રિમાન્ડ પૂર્ણ થતા હોય પોલીસે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કર્યાં હતાં. જ્યાં નામદાર કોર્ટે ઉપરોક્ત આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતા આરોપી વિજય ડામોરને પોલીસ જાપ્તા હેઠળ દાહોદની સબજેલ ખાતે મોકલી હતો. અત્રે ઉલ્લેખની છે કે આરોપી વિજય ડામોરના પક્ષે અથવા આરોપી વિજય ડામોર દ્વારા જામીન અરજી ન કરતા એક પ્રકારનું આશ્ચર્ય સર્જાયો હતો.