કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડમાં મામલતદાર દ્વારા આકસ્મિક શાળા સલામતી અંતર્ગત ચકાસણી હાથ ધરાઇ..
સીંગવડ તા. ૨૧
સિંગવડ તાલુકાની શાળાઓમા મામલતદાર જી.કે શાહ અને બી.આર.સી કો.ઓર્ડીનેટર સામજીભાઈ કામોળ દ્વારા આકસ્મિક શાળા સલામતી અંતર્ગત મુલાકાત લેવામાં આવી અને ચકાસણી કરવામાં આવી હતી.
રાજકોટમાં બનેલા અગ્નિકાંડના કારણે આખા ગુજરાતમાં સરકાર દ્વારા ફાયર સેફટી પર ભાર મૂકવામાં આવ્યો છે અને બધી સરકારી સંસ્થાઓ તથા શાળાઓમાં પણ અગ્નિ સામેની સેફટી માટે ફાયર સેફ્ટીના બંબા લાવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું જેની આધારે સિંગવડ મામલતદાર જી કે શાહ તથા બી.આર.સી કોઓર્ડીનેટર શામજીભાઈ કામોલ દ્વારા સિંગવડ તાલુકાની શાળાઓમાં 21 6 2024 ના રોજ ઓચિંતી મુલાકાત લઈ ફાયર સેફ્ટીના સાધનો ની તપાસ કરવામાં આવી હતી જેને પગલે દરેક દરેક શાળાઓમાં આ ફાયર સેફ્ટીના સાધનો જણાયા હતા અને આ ફાયરના લગતા તમામ વસ્તુઓ શાળાઓમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.