
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકામાં ઠેર-ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.
સંજેલી તાલુકાના અધિકારીઓએ સ્કૂલના બાળકો સાથે યોગ કર્યો.
સંજેલી તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.
સંજેલી તા. ૨૧
સંજેલી તાલુકામાં માંડલી રોડ પર આવેલી પ્રખ્યાત સ્કૂલ ડોક્ટર શિલ્પન આર જોશી સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે અને 2015 થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે
જેમાં યોગ દિવશે વિવિધ સ્થળોએ ઈરોળા બોર પાણી, કન્યા વિદ્યાલય સંજેલી, શ્રદ્ધા સ્કૂલ, શિલ્પન આર જોશી હાઈ સ્કુલ, પીછોડા નાળ સહિત વિવિધ જગ્યાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં બાળકો સહી સ્ટાફ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા અને સંજેલી બનીયુ યોગમય. ઋષિમુનિઓએ માનવ જાતને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનથી 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઐતિહાસિક નિર્ણય લેવાયો અને આજે દાહોદ જિલ્લા સહિત તાલુકામાં ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત,મામલતદાર પટેલ,PSI રાણા, RFO, આરોગ્ય વિભાગના સીંગ સાહેબ,તાલુકાના સ્ટાફ પોલીસ સ્ટેશન સ્ટાફ સ્કૂલના શિક્ષકો, આચાર્ય સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.