Saturday, 12/07/2025
Dark Mode

કુદરતે ક્રુરતાની હદ વટાવી, દાહોદમાં કોરોનાને પગલે “મધર્સ ડે”ના દિવસે જ બે બાળકોએ “માતાનું છત્ર”ગુમાવ્યું

May 9, 2021
        678
કુદરતે ક્રુરતાની હદ વટાવી, દાહોદમાં કોરોનાને પગલે “મધર્સ ડે”ના દિવસે જ બે બાળકોએ “માતાનું છત્ર”ગુમાવ્યું

જીગ્નેશ બારીયા :- દાહોદ 

કુદરતે ક્રુરતાની હદ વટાવી, દાહોદમાં કોરોનાને પગલે મધર્સ ડેના દિવસે જ બે બાળકોએ માતૃત્વ ગુમાવ્યું

દાહોદ તા.09

કુદરતે ક્રુરતાની હદ વટાવી, દાહોદમાં કોરોનાને પગલે "મધર્સ ડે"ના દિવસે જ બે બાળકોએ "માતાનું છત્ર"ગુમાવ્યું

દાહોદ જિલ્લામાં કોરોનાએ માઝા મુકી છે. ત્યારે કોરોનાથી મૃત્યુ થવાને કારણે કેટલાય પરિવારોના માળા વિખેરાઇ ગયા છે. ત્યારે આજે વિશ્વ માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના ભુલકાઓના માથેથી માતાની છત્ર છીનવી લીધુ છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષના પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે ઉપસ્થિતિ સૌ કોઇની આંખો ભીંજાઇ ગઇ હતી. વેન્ટીલેટર પણ તેમના શ્વાસ બચાવી શક્યુ નહીં

દાહોદમાં ઝાયડસના કોરોના વોર્ડમાં એક યુવાન માતાએ કોરોના સામે હાર માની લીધી અને અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા સપ્તાહથી તેઓ કોરોના સામે જંગ લડી રહ્યાં હતા. પરંતુ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ઓક્સિજન લેવલ ઘટી જતાં છેવટે વેન્ટીલેટર પણ તેમના શ્વાસ બચાવી શક્યુ ન હતુ. છેલ્લે બે કલાક વેન્ટીલેટર પર સંઘર્ષ કર્યો પરંતુ માતાએ બે બાળકોને છોડીને મધર્સ ડેના દિવસે જ આ ફાની દુનિયાને છોડી દીધી છે. માતા તેની ત્રણ માસની ફુલ જેવી પુત્રીને પણ છોડી ગઇ

માતાનો મૃતદેહ જ્યારે દાહોદના સ્મશાનમાં લવાયો ત્યારે આટલા દિવસ સુધી કોઇએ ન અનુભવી હોય તેવી વ્યથા અને દુ:ખ અનુભવ્યા હતા. કારણ કે સાત વર્ષના પુત્રએ મધર્સ ડેના દિવસે જ માતાને અગ્નિદાહ આપ્યો હતો. આ ઘડીએ કેટલાયેની આંખો ભીની થઇ ગઇ હતી અને ન રડી શકનારા કશુએ બોલી શક્યા નહી. કરુણતાની ચરમસીમા તો ત્યારે આવી કે જ્યારે ખબર પડી કે આ માતા તેની ત્રણ માસની ફુલ જેવી પુત્રીને પણ છોડી ગઇ છે. કોરોનાએ બે બાળકોને નોંધારા કરી નાખ્યા છે. ત્યારે હવે રુઠેલી કુદરતની કઠણાઇની પણ હવે હદ થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!