રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની જાંબુવા PHC ખાતે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમની તાલીમ આપવામાં આવી..
ગરબાડા તા. ૮
આજે તારીખ 8 જુનના રોજ ગરબાડા તાલુકાના જાંબુઆ પી.એચ.સી ખાતે દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય કુમાર ટીલાવટ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ. આર ડાભી ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ માટેની તાલીમ રાખવામાં આવી હતી જે તાલીમમાં આશાબેન વોલેન્ટિયર , FSW , MPHW તમામની હાજરીમાં તાલીમ દરમિયાન લેપ્રેસી વિશે લેપ્રસીના શંકાસ્પદ કેસો શોધવા તેમજ લેપ્રસી વિશે જનજાગૃતિ વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાંબુવાના મેડિકલ ઓફિસર ડોક્ટર ભૂમિકા પંચાલ દ્વારા લેપ્રસી વિશે તાલીમ તેમજ માહિતી પૂરી પાડી હતી જેમાં તારીખ 10 જૂનથી લઈને 29 દિવસ તમામ વિસ્તારોમાં લેપ્રેસી સર્વે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું