રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામે ખેતરમાં ગવારસિંગ તોડતા યુવક ઉપર દીપડાનો હુમલો
દીપડાની સાથે તેના નાના બચ્ચાઓ પણ સાથે હોઈ શકે જેના કારણે દીપડાએ હુમલો કર્યો આર એફ ઓ ગરબાડા
દીપડાને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા પણ કરવામાં આવી
ગરબાડા તા. ૬
ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામે રાસકી ફળિયામાં પોતાના ખેતરમાં ગવારસિંગ ની ભાજી તોડતા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતા તેને શરીર ઓછી વધતી જાઓ થઈ હતી
પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામ ના રાસકી ફળિયામાં રહેતા પરમાર મેહુલભાઈ દીતાભાઈ પોતાના ખેતરમાં બપોરના સમયે ગવારસિંગ તોડી રહ્યા હતા તે દરમિયાન અચાનક પાછળથી દીપડાએ હુમલો કરતા મેહુલભાઈ ને પાછળ પીઠના ભાગે તેમજ છાતીના ભાગે ઇજાઓ થવા પામી હતી જેથી તેમને સારવાર માટે ગરબાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ વન વિભાગને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળને કાર્યવાહી હાથ ધરી હતી આ બાબતે ગરબાડા રેન્જના વન વિભાગના RFO .એમ.એલ બારીયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે દીપડો છે તે તેના નાના બચ્ચા સાથે હોઈ શકે. જેના કારણે દીપડાએ હુમલો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહીયું છે જેમાં દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.