![સંજેલી તાલુકાના ભમેલા 2 નિરાધાર બાળકોને શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં અભ્યાસ અર્થે મુકાયા.](https://dahodlive.com/wp-content/uploads/2024/06/IMG-20240606-WA0080-770x377.jpg)
મહેન્દ્ર ભાભોર :- સંજેલી
સંજેલી તાલુકાના ભમેલા 2 નિરાધાર બાળકોને શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં અભ્યાસ અર્થે મુકાયા.
સંજેલી તા.06
સંજેલી તાલુકાના ભમેલા 2 નિરાધાર બાળકોને શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં અભ્યાસ અર્થે મુકવામાં આવિયા.ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ ખાતે મહિપતસિંહ બાપુના શૈક્ષણિક સંકુલ ખાતે સંજેલી તાલુકાના ભમેલા ગામના જેમના પિતા હયાત નથી તેવા બે નિરાધાર બાળકોનો સંપર્ક કરી લવાલ શિક્ષણ એજ કલ્યાણ શિક્ષણ સંકુલ ખાતે મહિપતસિંહ બાપુને મળીને પ્રવેશ અપાવ્યો હતો. બારીયા ધાર્મિક ને ધોરણ 8 માં અને બારીયા પુષ્પાબેન ને ધોરણ -11 માં પ્રવેશ અપાવવામાં આવેલ અને મહેપતસિંહ સાથે ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં ઘરથી સંકુલ સુધી બાળકોને વિનામૂલ્યે પહોંચાડવાની જવાબદારી સર્વ સમાજ સેના સંજેલી તાલુકાના પ્રમુખ સુરેશભાઈ વી. બારીયા અને સંજેલીના ચમારિયાના વતની, સામાજિક ક્ષેત્રે જેમનું આગવું સ્થાન છે તેવા અને સર્વ સમાજ સેના સંજેલીના ઉપ પ્રમુખ તેમજ ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા અને અમારા સર્વ સમાજના સાથીદાર મિત્ર બારીયા રાકેશભાઈ ચી.(હિરોલા પ્રા. શાળા) એ હેમત ઊઠાવી ને આ ગરીબ બાળકોને આ સંકુલ માં મુકવામાં આવ્યા હતા. બાપુને સાથે રૂબરૂ મુલાકાત કરીને સર્વ સમાજ ટીમ સંજેલી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.