Thursday, 28/03/2024
Dark Mode

દાહોદમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

November 19, 2021
        1146
દાહોદમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

સુભાષ એલાણી :- દાહોદ 

દાહોદમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

 દાહોદના જુદા જુદા વિસ્તારમાં વસતા સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિ નિમિત્તે પ્રભાતફેરી ભંડારા પ્રસાદ સહિતના આયોજનો કરાયાં

દાહોદ તા.19

આજરોજ ગુરૂનાનક જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ સવારે ૪ઃ૦૦ વાગે પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું જે સિંધી સોસાયટીથી શરૂ થઈ પઃ૦૦ વાગે શ્રી ગુરુ દરબાર સાહેબ પર પહોંચી હતી તે પછી સવારે ૯ઃ૦૦ વાગે ભોગ સાહેબ, બપોરે ૧રઃ૦૦ વાગે ગુરુ સાહેબનો ભંડારો(પ્રસાદી) અને રાત્રે ૯ઃ૦૦ વાગે ઉદેપુરના દિપક ભગતનો સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુરુનાનક દરબાર સાહેબ, રાધાકૃષ્ણ સોસાયટી, ગોદી રોડ, દાહોદ ખાતે ભંડારા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દાહોદ શીખ સમાજ દ્વારા પણ કયા સ્થિત ગુરુદ્વારા ખાતે સવારે ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન પાઠ સાહેબનો કાર્યક્રમ અને બપોરે લંગરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

દાહોદ શહેરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા સતત પાંચ દિવસ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં અમૃત વેલા ટ્રસ્ટ દ્વારા ગુરૂનાનક જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગત ૧૦ ઓક્ટોબર સંગત ચાલિહા સાહિબનું દરરોજ પરોઢે આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત અમૃત વેલા ટ્રસ્ટ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા સોમવારથી સતત પ દિવસ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગુરૂનાનક જયંતિની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરની ઝુલેલાલ સોસાયટી સ્થિત મંદિરે અૃમત વેલા ટ્રસ્ટ દ્વારા આયોજીત સંગત ચાલિહા સાહિબમા પરોઢના ૪ વાગ્યે ભેગા થઈને સિંધી સમાજન શ્રધ્ધાળુઓ દ્વારા પાઠ-કિર્તન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા તે અંતર્ગત અમૃત વેલા ટ્રસ્ટ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા સતત પ દિવસ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ બે દિવસ ગોદીરોડ ઝુલેલાલ સોસાયટી અ ને ત્યારબાદ સિંધી સોસાયટીથી પરોઢના ૪ઃ૩૦ વાગ્યે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી જે દાહોદ શહેરના તમામ સિંધી સમાજના વિસ્તારોમાં ફરી હતી. આ પ્રભાત ફેરીમાં દાહોદ શહેરના સિંધી સમાજના તમામ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તારીખ ૧૦ નવેમ્બરથી ચાલી રહેલા સંગત સાલિહા સાહિબની ગુરૂનાનક જયંતિએ ૧૯મી નવેમ્બરના રોજ પુર્ણાહુતિ કરવામાં આવી હતી. ગુરૂ નાનક જયંતિની ઉજવણીને લઈને સિંધી સમાજમા ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!