ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના મીનાક્યાર ગામે વિશ્વ પર્યાવરણ દિવસથી ઉજવણી કરાઈ..
સંતરામપુર તા. ૫
સંતરામપુર તાલુકાના મોટીક્યાર ગામે ધી મોટીક્યાર વન વિકાસ સ.મ.લી તથા ફાઉન્ડેશન ફોર ઇકોલોજિકલ સિક્યુરિટી સંતરામપુર સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
જેમાં સંતરામપુર મોટીકયાર, કોતરા, ખેડપા અને ભાણાસિમલ ગામનાં 55 જેટલા ભાઇઓ બહેનો જોડાયા હતા. આ ઉજવણીમાં ફોરેસ્ટ ઓફિસર જીતુભાઈ ભરવાડ દ્વારા પર્યાવરણ અને આદિવાસી સમુદાય સાથેનાં સબંધ વિશે ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારી પણ જોડાયાં હતાં. કોતરા ગામનાં આગેવાન કાળુભાઇ તાવિયાડ દ્વારા જંગલ અને તેની આડ પેદાશો ઉપર ચર્ચા કરવામાં આવી
અને જંગલ સાથે થતાં 20 વર્ષના કામો વિશેની ચર્ચા કરવામાં આવી ઉજવણી દરમિયાન ઉપસ્થિત ભાઇઓ તથા બહેનોએ ક્લાઈમેટ ચેન્જ ઉપર ચર્ચા કરી અને તેને રોકવા માટે કેવા પ્રકારના કામો કરી શકાય તેના ઉપર ચર્ચા કરવામાં આવી કાર્યક્રમના અંતે ગામનાં ભાઇઓ તથા બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.