Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં ૭૮ ગામોમાં ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોચાડતી નલ સે યોજનાનો પ્રારંભ કરાવતા દંડક રમેશભાઈ કટારા

November 19, 2021
        1209
દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં ૭૮ ગામોમાં ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોચાડતી નલ સે યોજનાનો પ્રારંભ કરાવતા દંડક રમેશભાઈ કટારા

બાબુ સોલંકી :- સુખસર 

એક જ દિવસમાં દાહોદનાં ૭૮ ગામોમાં ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોચાડતી નલ સે યોજનાનો પ્રારંભ કરાવતા દંડક રમેશભાઈ કટારા

( પ્રતિનિધિ ) સુખસર,તા.19

 દેશના દરેક ઘર સુધી વર્ષ ૨૦૨૨ સુધીમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ બને એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સંકલ્પબદ્ધ છે ત્યારે દાહોદ દંડક રમેશભાઈ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ગામે ગામ વિકાસકાર્યોનો પ્રારંભ કરાવ્યો છે. 

  ખરોડ જિલ્લા પંચાયત બેઠકમાં ૭ ગામોનો રૂ. ૮૨૧.૫૬ લાખના ખર્ચે, બાવકા અને મોટી ખરજ બેઠક ખાતેના ૮ ગામોમાં ૮૮૪.૮૬ લાખના ખર્ચે, નીંદકા પૂર્વ અને મોટી રેલ ખાતેના ૨૦ ગામોના રૂ. ૧૭૮૫.૨૬ લાખના ખર્ચે, ઘુઘસ બેઠક ખાતેના ૧૩ ગામોનો રૂ. ૭૬૫.૪૫ લાખના ખર્ચે, સલરા બેઠક ખાતેનાં ૧૨ ગામોનાં રૂ. ૧૨૧૯.૯૮ લાખના ખર્ચે, માળગાળા અને લખનપુર ખાતેનાં ૧૮ ગામોના ૧૬૯૬.૩૨ લાખનાં ખર્ચે ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત શુદ્ધ પાણી પહોંચતુ કરવામાં આવશે. આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલિયાર, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, તાલુકા ના અને જિલ્લા ના વાસ્મો માં કર્મચારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!