રાજેશ વસાવે :-દાહોદ
દાહોદમાં મંજૂરી વગર ચાલતા એકમો સામે તવાઈ,વઘુ ત્રણ એકમોને સીલ મારતું વહીવટી તંત્ર.
દાહોદ તા.30
રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદમાં વહીવટી તંત્ર સક્રિય બની હાઇ રહીશ બિલ્ડીંગો, અન્ય ઔદ્યોગિક એકમો, તેમજ શોપિંગ કોમ્પલેક્ષમાં, સતત બીજા દિવસે ચેકિંગ હાથ ધરતા આજરોજ બાંધકામની મંજૂરી તેમજ ફાયરની એનઓસી વગર ધમધમતા બે એકમોને સીલ કર્યા હતા જ્યારે અન્ય એક એકમને બે દિવસની મહેલત આપી વિવિધ મંજૂરીઓ અંગેના દસ્તાવેજી પુરાવા કચેરીએ રજૂ કરવા તાકીદ કરી હતી.
રાજકોટમાં ગેમીંગ ઝોનમાં બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારના આદેશો અનુસાર, સંબંધિત તંત્રો દ્વારા ગેમીંગ ઝોન સહિત વિવિધ ધંધાકિય આલમ, વ્યવસાય આલમમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે,
દાહોદ પ્રાંત અધિકારી એન. બી. રાજપુત વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ સાથે દાહોદ નગરમા આવેલા શોપિંગ મોલ, હોસ્પિટલ, હોટલો અને પેટ્રોલ પંપો પર ફાયર સેફટી મામલે સર્વેની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રાખી હતી જેમાં દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલાબ ચાર મંજલા ઇમારતમા બિગ જિમખાના, તેમજ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બીયુ ની મંજૂરી, ફાયર એનઓસી, તેમજ અન્ય મંજૂરીઓની તપાસ દરમિયાન અભાવ જોવા મળતા પોલીસે જીમ સહિતના કેમ્પસનુ વીજ જોડાણ કાપી સીલ મારી દીધું હતું. ત્યારબાદ વહીવટી તંત્રને ટીમોએ ગોધરા રોડ જલારામ પાર્ટી પ્લોટ તેમજ પાછળના ભાગે આવેલા એડુનોવા ટ્યુશન ક્લાસીસ ની તપાસ હાથ ધરતા જલારામ પાર્ટી પ્લોટ માં વગર મંજૂરીએ નર્સિંગ સ્કૂલ કાર્યરત હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે તંત્રે ઉપરોક્ત નર્સિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હોવાથી શાળા સંચાલકોને બે દિવસમાં વિવિધ મંજૂરીઓ અત્રેની કચેરી રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી. તો પાછળના ભાગે ચાલતી ચાર મંજલા નિર્માણાધિન બિલ્ડિંગમાં ચાલતી એડુનોવા ક્લાસીસમાં તપાસ હાથ ધરી બાંધકામની મંજૂરી, ફાયર એનઓસી સહિતની દસ્તાવેજિક પુરાવા માંગતા ઉપરોક્ત ટ્યુશન ક્લાસીસ દ્વારા કાગળિયાની પૂરતા ન કરતા વહીવટી તંત્ર દ્વારા બિલ્ડીંગને સીલ મારી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે ગઈકાલે પણ વહીવટી તંત્ર દ્વારા લક્ષ્મી તેમજ એક હોસ્પિટલને સીલ મારી કાર્યવાહીના સંકેત આપી દીધા હતા. તો બીજા દિવસે પણ વધુ ત્રણ એકમોને સીલ મારવાની કામગીરી હાથ ધરતા વાણિજ્ય એકમો ધરાવતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.