Saturday, 27/07/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના હિંદોલીયાની પરણીતાએ સામાન્ય બાબતે તકરાર કરી ધક્કો મારતા સસરાનો હાથ ભાગ્યો

May 24, 2024
        2509
ફતેપુરા તાલુકાના હિંદોલીયાની પરણીતાએ સામાન્ય બાબતે તકરાર કરી ધક્કો મારતા સસરાનો હાથ ભાગ્યો

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના હિંદોલીયાની પરણીતાએ સામાન્ય બાબતે તકરાર કરી ધક્કો મારતા સસરાનો હાથ ભાગ્યો

સસરાએ પુત્રવધુ સામે ફરિયાદ આપતા સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરાયો

સુખસર,તા.24

         વિવિધ પ્રકારે શોષણનો શિકાર બનતી અને અબળા ગણાતી નારીને સરકાર દ્વારા કાનૂની કવચ પૂરું પાડવામાં આવેલ છે.તેમજ તેમના રક્ષણ માટે અનેક નારી સંરક્ષણ સંસ્થાઓ કાર્યરત રહી સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડે છે.ત્યારે પુરુષ પ્રધાન કહેવાતા યા આ યુગમાં અનેક જગ્યાઓ પર વિવિધ પ્રકારે શોષાતી રહેતી નારીઓની જેમ જ કેટલાક કિસ્સાઓમાં પત્ની દ્વારા પતિ,સાસુ-સસરા વિગેરે શોષિત થઈ રહ્યા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે-ત્યારે શોષિત થતાં સભ્યોને કાનૂની કવચ કે સામાજિક સંસ્થાઓ દ્વારા ખાસ રક્ષણ મળે છે ખરું?તે વિચાર માંગતો અને સળગતો સવાલ છે.

        જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હિન્દોલીયાગામના કાંતિભાઈ ફતાભાઈ નીનામા ખેતીવાડી તથા છૂટક ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવે છે.તેઓને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર છે.અને ત્રણેયના લગ્ન થઈ ગયેલ છે.જ્યારે તેમના પુત્ર રાકેશભાઈ હાલ અમદાવાદ ખાતે એસ.આર.પી ગ્રુપમાં નોકરી કરે છે. જેઓના લગ્ન 11 વર્ષ અગાઉ આફવા ગામના વળવાઈ માનસિંગભાઈ ગવજીભાઈની પુત્રી સોનલબેન સાથે સમાજના રિવાજ મુજબ થયેલ હતા. અને હાલમાં તેઓને સંતાન પેટે બે પુત્રો તથા એક પુત્રી છે.જ્યારે સોનલબેન હાલ હિન્દોલીયા ગામના તાવિયાડ ફળિયા આંગણવાડી કેન્દ્ર નંબર-5 માં તેડાગર તરીકે નોકરી કરે છે.જ્યારે સોનલબેનના પતિ અમદાવાદ ખાતે રહે છે.અને સોનલબેન તથા તેમના સાસુ, સસરા અને બાળકો હિન્દોલીયા ગામે રહે છે.ત્યારે ગત 11 મે-2024 ના રોજ સોનલબેનના સસરા કાંતિભાઈ નીનામા ઘરે કામ કરી રહ્યા હતા.તેવા સમયે સોનલબેનના સંતાનો મસ્તી કરતા અને રડતા હોય કાંતિભાઈએ પુત્રવધુ સોનલબેનને છોકરાઓને છાનાં રાખવા જણાવતા સોનલબેન એકદમ કાંતિભાઈ ઉપર ઉસશ્કેરાઈગયેલા અને જણાવેલ કે,તમારા છોકરાના છોકરાં છે,અને તમો સાચવો તેમ કહી બિભિત્સ ગાળ આપતા કાંતિભાઈએ મોઢું સંભાળીને બોલવાનું જણાવતા સોનલબેન એકદમ ઉસકેરાઈ જઈ દોડી આવી કાંતિભાઈ ને તું શું કરી લઈશ? તેમ જણાવી જોરથી ધક્કો મારતા સસરા કાંતિભાઈ પડી ગયેલા.જેમાં કાંતિભાઈને જમણા હાથે ફેક્ચર થવા પામેલ હતું.જ્યારે સોનલબેન જણાવતા હતા કે,તમારા ઘરને ઊંધું વાળી દઈશ,તમોને છોડીશ નહીં,અને મને ન ઓળખતા હોય તો ઓળખી લેજો ની પણ ગર્ભિત ધમકીઓ આપતા કાંતિભાઈ નીનામાએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. 

       ઉપરોક્ત સંબંધે કાંતિભાઈ ફતાભાઇ નીનામાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સોનલબેન રાકેશભાઈ નીનામા નાઓની વિરુદ્ધમાં આઈપીસી કલમ-338 તથા 504 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!