
દેવગઢ બારીયા બસ ડેપોમાં મૂકવામાં આવેલા પાણીના પરબમાં ભરઉનાળે બંધ હાલતમાં: મુસાફરો વેચાતું પાણી લેવા માટે મજબૂર
દેવગઢબારીયા તા. ૨૦
દેવગઢબારિયા એસટી ડેપોમાં બે પાણીના પરબ આવેલા હોય તે બેઉ પાણીના પરબ બંધ હાલતમાં હોય જ્યારે આ ભર ઉનાળે પાણીની પરબ ચાલુ રહેવી જોઈએ જેના લીધે બંધ હાલતમાં હોવાથી બસમાં બેસતા મુસાફરોને પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે જ્યારે મુસાફરો દ્વારા આ પાણી ની પરબ બંધ હોય તેના લીધે બહારથી 10 અને 20 રૂપિયાની પાણીની બોટલોને વેચાતી લેવાની ફરજ પડતી હોય છે જ્યારે આ દેવગઢ બારીયા રજવાડી સ્ટેટ વખતનું એક શહેર આવેલું હોય અને દેવગઢ બારીયા માં ગુજરાત રાજ્યના મંત્રી નું હબ ગણાતું શહેર અને આ શહેરમાં એસટી ડેપોમાં જુઓ પીવાના પાણી માટે મુસાફરને ભર ઉનાળે વલખા મારવા પડતા હોય તો પછી બીજું શું વાત કરવી જ્યારે આ બસ સ્ટેશનમાં બે પાણીના પરબ માંથી એક પણ ચાલતું નહીં હોવાના લીધે મુસાફરોને પાણી વેચાતું લેવા માટે ફરજ પડે છે જ્યારે એસટી ડેપોના અધિકારીઓની પોલ ખોલતું હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ એસટી ડેપોના અધિકારીઓને ભર ઉનાળામાં પાણીની પરબ ચાલુ કરવામાં રસ નથી તેમ લાગી રહ્યું છે સરકારમાંથી કેટલાય રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છતાં ડેપોમાં પાણીની સુવિધા નહીં આપવા પાછળનું શું કારણ હોઈ શકે તે તેમના ઉપલા અધિકારી આવીને ચેક કરે તો એ ખબર પડે તેમ છે માટે આ પાણીની પરબ તૈયારીમાં ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.