ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં કલયુગના રાક્ષસી પિતાએ પોતાની દીકરીને જાહેરમાં ઢોર મારી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી
દીકરીએ સંતરામપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ
સંતરામપુર તા.૧૯
સંતરામપુર નગરના મેન બજારમાં રહેતા દીપકભાઈ પ્રવીણભાઈ દરજી જે બજારમાં હાર્ડવેર ની દુકાન ચલાવે છે પરંતુ જાહેર બસ સ્ટેન્ડ વિસ્તારમાં તેની દીકરીને તો આડા સંબંધ રાખે છે તેમ કહીને પોતાના બાપ એ દીકરીને માથાના વાળ પકડીને મોઢા ઉપર ગુબ્બા મારીને વાળ ખેંચીને નીચે પાડી દીધી અને અગાઉ પણ બે થી ત્રણ વાર આવી રીતે દીકરી સાથે મારામારી અને જાનકી મારી નાખવાની ધમકી આપી હતી દીકરી તે સહન ના થતા પીડા ની સહન ના થતા આખરે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેની મદદગારીમાં ધ્રુવ દીપક કુમાર સામે પણ સંતરામપુર પોલીસ એ ગુનો દાખલ કર્યો દીકરીને બચાવવા માટે દીપમાલાબેન અને લીલાબેન વચ્ચે પડતા અને છોડાવવા પડતા બંને સાથે પણ મારામારી કરી તે માર માર્યા હતા. આવી રીતે બાપ બેટા બંને ભેગા થઈને દીકરીને માર મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં રોશનબેન દીપકભાઈ દરજી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી રોશન બેન ને ગંભીર ઇજા થતાં અને મોઢાના ભાગે મોટો ઘા પડી જવાના કારણે સારવાર કરવામાં આવેલી હતી