બાબુ સોલંકી :- સુખસર
સરકારી અનાજની ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરતા હોવાની આશંકાએ ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં 4 વેપારીઓને ત્યાં ફતેપુરા મામલતદાર ની રેડ
શંકાસ્પદ અનાજના સેમ્પલો લેવાયા અને પૃથ્થકરણ માટે દાહોદ કલેકટર કચેરી ખાતે એ એફ.એસ.એલ માં મોકલી અપાયા
સુખસર,તા.17
ફતેપુરા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલકો સરકાર દ્વારા ગરીબોના હકનું આવતું અનાજ બારોબાર કાળા બજારમાં વેચાણ કરી માલદાર બની રહ્યા છે. જ્યારે ગરીબ લોકો નામ મોં માંથી કોળિયો ઝુંટવી કેટલા દુકાનદારો ગરીબો સાથે અન્યાય કરી રહ્યા છે.તેમ જ કેટલાક દુકાનદારો સરકારના નિયમ મુજબ જે તે લાભાર્થીને રીસીપ્ટ આપવાનો નિયમ છે.તે આપતા ન હોય અને પોતાને મન ફાવે તેમ સરકારી મળવાપાત્ર ઘઉં,ખાંડ,ચોખાનું વિતરણ કરી રહ્યા હોવાના કિસ્સા પણ બની રહ્યા છે.ત્યારે ગરીબોના હકનું આવતું અનાજ કાળા બજારમાં પગ કરી જાય નહીં તે હેતુથી જિલ્લાના અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ સતર્ક રહેવાની જરૂરત જણાઈ રહી છે.
ફતેપુરા તાલુકાના મામલતદાર એન.એસ.વસાવાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રેમચંદ કિશોરી અગ્રવાલ,સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલ,પંકજ તારાચંદ અગ્રવાલ અને જગદીશચંદ્ર નાગરમલ અગ્રવાલ એ રીતના ચાર વેપારીઓ સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદે છે.અને આ અનાજને અન્ય અનાજ સાથે ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરે છે.આવી ચોક્કસ મળેલી બાતમીના આધારે ફતેપુરા મામલતદાર એન.એસ.વસાવા તેમજ ફતેપુરા તાલુકાના પુરવઠા મામલતદાર કેયુર રાણા,ફતેપુરા તાલુકાના રેવન્યુ તલાટી સહિતની ટીમ દ્વારા ફતેપુરા નગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આ ચારેય વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી.અને તેમને ત્યાંથી મળી આવેલા ઘઉં,ચોખા અને બાજરી ના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા હતા.અને આ તમામ સેમ્પલો પૃથક્કરણ માટે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં એફ.એસ.એલ માં મોકલી આપવામાં આવ્યા હતા.વધુ માહિતી પૃથ્થકરણ થયા બાદ નો રિપોર્ટ આવશે ત્યારે જાણવા મળશે.