પીપલોદ ઓવર બ્રિજ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં,
પીપલોદ તા. ૧૬
પીપલોદ ગામે રેલવે ફાટક ઉપર કરોડ રૂપિયા ખર્ચીને બ્રિજ બનાવવામાં આવ્યું હોય અને આ બ્રિજ પર લાઈટો લગાવવામાં આવી તે અડધામાં ચાલુ ને અડધામાં બંધ હાલતમાં જોવા મળી રહી છે
પીપલોદ ગામે થોડા સમય પહેલા રેલવે ફાટક ઉપર કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને બ્રિજ બનાવવામાં આવ્યો જ્યારે આ બ્રિજની બંને સાઈડે લાઇટો લગાડવામાં આવી જ્યારે આ લાઈટો બ્રીજના અડધા ભાગમાં ચાલુ ને અડધા ભાગમાં બંધ રહેતા ત્યાંથી અવરજવર કરતા વાહનચાલકોને લાઇટો બંધ રહેવાના લીધે એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે ઘણી વખતે આ બ્રિજ પર રાહદારીઓ પણ ચાલતા જતા હોય છે જ્યારે સામ સામેથી આવતા વાહનોના લીધે સાઈડ પર ચાલતા રાહદારીઓ દેખાતા નથી તેના લીધે આ એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે આ બ્રિજ પર ની લાઈટો થોડા સમય પહેલા પણ બંધ હાલતમાં હતી હવે પાછી પાંચ સાત દિવસ થી બંધ હાલતમાં હોવા છતાં તેનું ધ્યાન કોઈ રાખવામાં નહીં આવતું હોય તેમ લાગી રહ્યું છે કે પછી તે લાઈટોને તથા બ્રિજને પણ રામ ભરોસે છોડી મૂકવામાં આવ્યો હોય તેમ એક ચર્ચાનો વિષય બનવા પામે છે શું આ બ્રિજ પર ની લાઈટો ટૂંક સમયમાં ચાલુ થશે ખરી તે સમયે જ બતાવસે.