ઈલિયાશ શેખ :- સંતરામપુર
પ્રથમપુર મતદાન મથક ખાતે આજે મતદાન પ્રક્રિયા દરમીયાન વરરાજાએ પીઠી ચોળી મતદાન કર્યું
સંતરામપુર તા. ૧૧
મહીસાગર સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ દાહોદ લોક સભા બેઠક માટે આજે પરથમપુર ખાતે પુનઃ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે એક વરરાજા પણ પીઠી ચોળીને મતદાન મથક ખાતે પોહચ્યા હતા અને મતદાન અવસ્ય કરવું જોઈએ તે ફરજ ને સાર્થક કરી છે. પરથમપુર ગામે 7 મેં ના રોજ મતદાન પ્રક્રિયા દરમીયા બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો જેને લઈ આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. ત્યારે વહેલી સવારથી મતદારો ખૂબ ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. જ્યાં વરરાજા મતદાન કરવા આવતા લોકો પણ તેમને જોતા રહી ગયા હતા.
મતદાન કરવા આવેલા વરરાજા દામાં વિપુલભાઈ એ જણાવ્યું હતું કે, આજે મારું લગ્ન છે. હું સમય કાઢીને પોતાનું મતદાન કરવા આવ્યો છું. તો મને બોઉ આનંદ છે કે હું પોતાનું લગ્ન છે છતાં ટાઈમ કાઢી મતદાન કરવા આવ્યો છું. હું તમામ લોકોને એટલું જ કહેવા માગું છું. કે મતદાન કરવું સામાન્ય નગરિકનો અધિકાર છે. હું ડ્રાઇવિંગનો વ્યવસાય કરું છું. આજે બીજી વાર મતદાન થઈ રહ્યું છે. મને ખુશી તો છે પણ જ્યારે પેલી વાર મતદાન થયું હતું ત્યારે જો એમાં કાળજી રાખી હોતતો બીજી વાર મતદાન ના કરવું પડત.તેમ છતાં હું મતદાન કરવા આવ્યો છું મને બોઉ આનંદ છે. આજે મારી પાઘડી આવાની છે તેમ છતાં હું આજે સમય કાઢીને મતદાન કરવા આવ્યો છું.