રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
પૂર્વ કલેકટરશ્રી હર્ષિત ગોસાવીએ ગાંધીનગરથી દાહોદ આવી મતદાન કરી પોતાની ફરજ બજાવી
દાહોદ તા. ૭
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મતદાન દિવસે તમામ મતદારો પોતાનો અમૂલ્ય મત આપવા સવારથી મતદાન મથકોએ મતદારોની લાઈન લાગી છે ત્યારે દાહોદના પૂર્વ કલેકટર અને જોઈન્ટ સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ (લૉ એન્ડ ઓર્ડર ), સચિવાલય ગાંધીનગર ખાતે હાલ પોતાની ફરજ બજાવતાશ્રી ડૉ. હર્ષિત ગોસાવીએ મતદાન દિવસે આજરોજ દાહોદ આવી પોતાનો કિંમતી મત આપી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી.