Tuesday, 01/07/2025
Dark Mode

ગૃહ મંત્રી અમિત શાહના ફેંક વિડિયો,AAP નાદાહોદ AAP જિલ્લા પ્રમુખની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ, રાજકારણમાં ગરમાવો.. સેનાપતિ પોલીસનાં સકંજામાં..

April 30, 2024
        3261
ગૃહ મંત્રી અમિત શાહના ફેંક વિડિયો,AAP નાદાહોદ AAP જિલ્લા પ્રમુખની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ, રાજકારણમાં ગરમાવો.. સેનાપતિ પોલીસનાં સકંજામાં..

#DahodLive#

ગૃહ મંત્રી અમિત શાહના ફેંક વિડિયો,AAP ના સેનાપતિ પોલીસનાં સકંજામાં..

દાહોદ AAP જિલ્લા પ્રમુખની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ, રાજકારણમાં ગરમાવો..

દાહોદ તા.30

તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહના ફેક એડિટેડ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ ની ટીમે બે લોકોની ધરપકડ કરી છે જેમાં દાહોદ આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાકેશ બી બારીયા તેમજ સતીશ વણસોલા રહે. સત્કાર સોસાયટી,પાલનપુર બનાસકાંઠાની અટકાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા બંને નેતાઓ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ જોડે સંકળાયેલા છે અને વિવિધ હોદ્દા પરસ્થ છે. ઉપરોક્ત બંને નેતાઓએ બે સભાઓનો વિડીયો કાપીને અનામત મેળવનાર જાતિઓ તેમજ બિન અનામત મેળવનાર જાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ કરવા ઈરાદાસર જુદા જુદા પ્લેટફોર્મ પર અપલોડ કરી લોકસભાની ચૂંટણીને અસર પાડવા અપલોડ કરી હોવાનું સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રેસ નોટ જાહેર કરી છે ત્યારે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યારે ચૂંટણી તદ્દ્ન કદાચ નજીક હોઈ પ્રચારના છેલ્લા અઠવાડિયામાં ચોટીનો જોર લગાવી રહ્યા છે ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના સેનાપતિ રાકેશ બારીયાની અટકાયતથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આ અટકાયત ના લીધે લોકસભાની ચૂંટણીમાં કેવો અસર પડે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!