Sunday, 13/07/2025
Dark Mode

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ડમ્પિંગ યાર્ડ પ્રકરણ,દાહોદ નગર પાલિકા દ્વારા કરેલ ઠરાવ રદ્દ કરી કાર્યવાહી કરવા વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીનો આદેશ..

November 9, 2021
        4438
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ડમ્પિંગ યાર્ડ પ્રકરણ,દાહોદ નગર પાલિકા દ્વારા કરેલ ઠરાવ રદ્દ કરી કાર્યવાહી કરવા વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીનો આદેશ..

ભાવેશ રાઠોડ :- એડિટર ઈન ચીફ…

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ડમ્પિંગ યાર્ડ પ્રકરણ,

 દાહોદ નગર પાલિકા દ્વારા કરેલ ઠરાવ રદ્દ કરી કાર્યવાહી કરવા વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીનો આદેશ,

 વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ બંને પક્ષે રૂબરૂ સુનાવણી હાથ ધરી પાલિકા દ્વારા કરેલ 94/1 નો ઠરાવ રદ્દ કરવાનાં કર્યા આદેશ..

તત્કાલીન ચીફ ઓફિસરે વેસ્ટ પ્રોસેસીંગ યુનિટના કામોનો ઠરાવ જનરલ બોર્ડની જગ્યાએ બારોબાર બનાવી કૌભાંડ આચર્યાનું ઘસ્ફોટક..

પાલિકામાં ખળભળાટ ભ્રષ્ટાચારી તત્વો સ્તબ્ધ…

દાહોદ તા.09

 દાહોદ નગરપાલિકામાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ડમ્પિંગયાર્ડ એટલે વેસ્ટ પ્રોસેસીંગ યુનિટના કામોમાં તત્કાલીન ચીફ ઓફિસરે એક હેડની ગ્રાન્ટ બારોબાર બીજા હેડમાં વાપરી પોતાના મળતિયાઓને કરોડો રૂપિયા બારોબાર પધરાવી સત્તાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ફલિત થતા વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 258(1) અંતર્ગત વેસ્ટ પ્રોસેસીંગ યુનિટના કામોમાં તત્કાલીન ચીફ ઓફિસરના સમયમાં થયેલ કામનો ઠરાવ રદ કરી વેસ્ટ પ્રોસેસીંગ યુનિટમાં થયેલ ચૂકવવાણા માં કાર્યવાહી ના હુકમ કરાતા અરજદારના આખરે બે વર્ષના સંઘર્ષ તેમજ વહીવટી તેમજ કાનૂની લડાઈ બાદ ન્યાય મળતા તેમજ ભાજપની પારદર્શી સરકારમાં ભ્રષ્ટાચારી તત્વોમાં ઉદાહરણરૂપ દાખલો બેસે તે હેતુથી ઠરાવ રદ કરવાનો હુકમ થતાં ભ્રષ્ટાચારી તત્વોમાં સ્તબ્ધતા સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વેસ્ટ પ્રોસેસીંગ યુનિટ ના કામોમાં ભ્રષ્ટાચાર આચરનાર ચીફ ઓફિસર ઉપરાંત પાલિકાના ક્યાં સુધરાઈ સભ્યોને થયેલ ચૂકવણીની રકમ ભરવી પડશે..? તેમજ હવે પછી ઉચ્ચ સ્તરેથી કેવા પ્રકારના પગલાં લેવાય છે. તેવો છૂપો ગણગણાટ પાલિકાના સભ્યો કર્મચારીઓ તેમજ અધિકારીઓમાં અંદરોઅંદર છૂપો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

 

 

દાહોદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સ્થિત વેસ્ટ પ્રોસેસીંગ યુનિટમાં કરોડો રૂપિયાનું કામ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની જોગવાઈઓ અનુસાર ઓનલાઈન પ્રક્રિયા વડે પારદર્શી રીતે કરવાની જગ્યાએ કરોડો રૂપિયાનો આર્થિક લાભ લેવા તેમજ પોતાના મળતિયાઓને લાભ પહોંચાડવા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરી સુનિયોજિત કાવતરાના ભાગરૂપે વેસ્ટ પ્રોસેસીંગ યુનિટના કરોડો રૂપિયાના કામો ટેન્ડરિંગ પ્રક્રિયામાંથી પસાર કરવાની જગ્યાએ પોતાની એસી ચેમ્બરમાં મળતીયાઓ જોડે ભેગા મળી બાંધકામના હેડની ગ્રાન્ટ આરોગ્યના હેડમાં વાપરી તારીખ 13.10.2019 ના રોજ ઉપરોક્ત કામો અંગે જનરલ બોર્ડમાં ઠરાવ કરવાની જગ્યાએ 94/1 નો ઠરાવ કરી મધ્યપ્રદેશની એક કંપનીને બારોબાર વર્ક ઓર્ડર આપી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.ત્યારબાદ દાહોદના જાગૃત નાગરિકો દ્વારા વેસ્ટ પ્રોસેસીંગ યુનિટના કામોમાં ભ્રષ્ટાચાર આચરી ખાયકીનો ખેલ થયો હોવાનું અણસાર આવતા દાહોદના જાગૃત નાગરિકે ઉપરોક્ત મામલે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માહિતી માંગતા શરૂઆતના તબક્કામાં પાલિકાએ અરજદાર દ્વારા માંગેલ માહિતીના જવાબો આપવામાં ગલ્લાતલ્લા કરતા આ મામલો બે વર્ષના સમયગાળામાં તૂટક માહિતી,ઓડિટ રિપોર્ટ, તેમજ પાલિકા દ્વારા આપેલ કાગળોમાં વિરોધાભાસી તેમજ ઘણી ખરી વિસંગતતાઓ જોવા મળતા આખરે આ મામલો ગુજરાત મ્યુનિસિપલ બોર્ડ, વિજિલન્સ તેમજ વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ પહોંચતા આ મામલો વધુ ગરમાયો હતો. ત્યાર બાદ ઉચ્ચ સ્તરેથી સલગ્ન મામલા સંદર્ભે દસ્તાવેજી પુરાવાઓ માંગતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.ત્યારબાદ ભાજપની સરકારમાં પારદર્શી વહિવટ થાય તેમજ ભ્રષ્ટાચારી બાબુઓ ઉઘાડા પડે તે માટે વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ અરજદાર તેમજ પાલિકાના જવાબદાર વ્યક્તિઓને તેડું મોકલી રૂબરૂ સુનાવણી હાથ ધરી હતી. જેમાં અરજદાર દ્વારા આ મામલામાં કૌભાંડ આચર્યાં હોવાના સાંયોગિક તેમજ જડબેસલાક પુરાવા સહિતના દસ્તાવેજો આપતાં તેમજ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર રજુ કરેલ દસ્તાવેજોના નિરીક્ષણ કર્યા બાદ અંતે દાહોદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરે પોતાના મળતિયાઓ જોડે સાઠગાંઠ રચી વેસ્ટ પ્રોસેસીંગ યુનિટના કામોમાં બોગસ દસ્તાવેજો મૂકી કરોડો રૂપિયાનો કૌભાંડ આચરી સરકારી તિજોરીને ચૂનો ચોપડવાનો ફલિત થતાં વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ બંને પક્ષે રજૂ કરે દસ્તાવેજના નિરીક્ષણ બાદ (1) ઠરાવ નંબર 94/1 કામ તારીખ 13. 11.2019 ની સામાન્ય સભાના એજેન્ડામાં સામેલ ન કરી (2)સદર ઠરાવ પાછળથી બારોબાર ઉમેરો કરી (3)સદર ઠરાવ કલમ 258 હેઠળ રિવ્યુમાં લીધા વગર તેમજ ઠરાવ નંબર 94/1 થી ઠરાવેલ એજેન્સી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ જોગવાઈઓ વિરુદ્ધ નક્કી થયેલી હોઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સાબિત થતાં વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ અરજદારના પક્ષમાં હુકમ કરી તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ 94/1 નંબરનો ઠરાવ રદ્દ કરી સદર કામમાં ચુકવેલ રકમ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ 70 હેઠળ કાર્યવાહી ના આદેશો આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ સમગ્ર મામલામાં કોણે કેટલી ભૂમિકા ભજવી?આ કામોમાં કોણે કેટલી ખાયકી કરી?અને આ પૈસા ક્યાં ગયા..?? તેમજ વડોદરા પ્રાદેશિક કમિશ્નર કચેરીના આદેશો મુજબ રિકવરી આવશે કે નહીં અને આવશે તો આ પૈસા કોણ ભરશે..??તેવા સવાલો તેમજ ચર્ચાઓ નગરપાલિકાના વર્તુળ, સુધરાઈ સભ્યો કર્મચારીઓ સહિત સૌ કોઈમાં ચર્ચાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!