
બાબુ સોલંકી :- સુખસર
દાહોદના રીક્ષા ચાલકની ઈમાનદારી રિક્ષામાં પડી ગયેલ મોબાઈલ મોબાઈલ માલિકને પરત કર્યો
સુખસર,તા.14
આજના આ કળયુગના જમાનામાં પણ ઈમાનદારી જોવા મળે છે.આવો જ એક કિસ્સો દાહોદના રીક્ષા ચાલકની ઈમાનદારી જોવા મળેલ હતી.મળતી માહિતી અનુસાર આજરોજ રવિવારના રોજ ઉજજૈન થી દાહોદ મેમો ટ્રેન દ્વારા પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા અને તેઓની ફેમિલી સવારના 11:00 કલાકે દાહોદ રેલવે સ્ટેશનથી રીક્ષા કરી ગોધરા રોડ સેફીનગર આવેલા હતા.તે દરમિયાન રિક્ષામાં તેઓનો મોબાઇલ પડી જતા થોડા સમય પછી મોબાઈલ પડી ગયાની જાણ થતા મોબાઈલ પર ફોન કરતા રીક્ષા ચાલક ઇનાયત ભાઈ રહે દેસાઈ વાળા દાહોદના ઓની રીક્ષા નંબર જીજે-17 જીબી-3029 ઇનાયતભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે,તમારો મોબાઈલ મારી રિક્ષામાં પડી ગયેલ છે. હું તમને જ્યાં ઉતાર્યા છે તે જગ્યા ઉપર આપવા માટે આવી રહ્યો છું.તમે આવો એમ જણાવી રીક્ષાચાલક ઇનાયત ભાઈ મુસાફરનો પડી ગયેલ મોબાઈલ પરત આપવા માટે આવ્યા હતા.દાહોદના રીક્ષા ચાલક ઇનાયતભાઈની ઈમાનદારી જોઈ આજુબાજુ ઊભેલા ઈસમો દ્વારા ઇનાયત ભાઈની ઈમાનદારીની સરહાના કરી હતી.આજના કળયુગના જમાનામાં આવા રીક્ષા ચાલક ઇનાયતભાઈ જેવા ઈમાનદાર લોકોથી જ દુનિયા ચાલી રહી છે.