મહેન્દ્ર ચારેલ :- સંજેલી
નેનકીમાં તાલુકા પ્રમુખના સસરા પર લાકડી અને પાઇપ સાથે હુમલો કરાયો.
ભાજપાની મીટિંગમાં અમારા માણસો કેમ લઈ જાઓ છો કહી મારાં મારી થઇ.
પ્રતિનિધિ સંજેલી..
નેનકી બસ સ્ટેન્ડ પર લાકડી અને પાઇપ વડે હુમલો થતા સંજેલી પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાયઈ.ભાજપની પાર્ટીમાં કેમ લઈ જાઓ છો તેમ કહી લાકડી અને પાઈપ વડે હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના અંગે સંજેલી પોલીસે ગુનો દાખલ કરી છે.સંજેલી તાલુકા પંચાયત પ્રમુખના સસરા પર નેનકી બસ સ્ટેશન પર ગામના બે ભાઈઓએ ભેગા થઈ અને અમારા માણસોને ભાજપની પાર્ટીમાં કેમ લઈ જાઓ છો તેમ કહી હુમલો કરાયો હતો.સંજેલી તાલુકાના નેનકી ગામે રહેતા નિવૃત્ત શિક્ષક જેન્તીલાલ રામસિંગભાઈ પલાસ, પુત્ર આકાશ અને પુત્રવધુ સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ અરુણાબેન પલાસ સાથે લોકસભાની ચૂંટણીને અનુસંધાને સંજેલીના માંડલી ગામે ભાજપા પાર્ટીની મિટિંગમાં માણસો લઈને જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન નેનકી બસ સ્ટેશન પર આવી અને અન્ય માણસોની રાહ જોઈને ઉભા હતા. તે વખતે ગામમાં જ રહેતા મહેશભાઈ દલસુખભાઈ પલાસ અને વિનોદ દલસુખ પલાસ પોતાની ગાડી લઈ આવી અને બસ સ્ટેન્ડ પર જ ઉભી રાખી એકદમ ઉશ્કેરાઈ જાય પોતાના હાથમાં લાકડી અને લોખંડની પાઇપ સાથે લાવી અને કેહવા લાગેલ કે ભાજપાની મિટિંગમાં અમારા માણસોને કેમ લઈ જાઓ છો. તેમ કહી ગાળો બોલી હતી. આ સાથે એકદમ
ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં રાખેલું લાકડું તેમ જ પાઇપ વડે તાલુકા પંચાયત પ્રમુખના સસરા પર હુમલો કરી દીધો હતો. આ વખતે બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરો આજે તો તું બચી ગયો છે હવે પછી બચી નહીં તેવી પાક ધમકીઓ આપી અને જતા રહ્યા હતા. ઈજાઓ થતા તેમને તાત્કાલિક સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ બનાવ સંદર્ભે સંજેલી પોલીસ મથકે બંને હુમલાખોર વિરોધ ઇજાગ્રસ્ત નિવૃત્ત શિક્ષકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.