
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી નગરમાં પ્રાથમિક સુવિધાનો અભાવે સ્થાનિકોને ભારે હાલાકી,પંચાયતને લેખિત રજૂઆત.
તંત્રને અનેકવાર મૌખિક રજૂઆત છતાં સમસ્યાનું આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ.
સંજેલી તા.04
સંજેલી ગ્રામ પંચાયતનો અંધેર વહીવટનો શિકાર હવે સંજેલી નગરના ગ્રામજનો બની રહિયા છે તેવું જોવાઈ રહ્યું છે. સંજેલી નગરમાં અનેક સમસ્યાઓ દિન પ્રતિ દિન વધી રહે છે જેમકે ગંદકી, સાફ સફાઈ,પાણીનો અભાવ જેવા અનેક પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.સંજેલીમાં વોર્ડ નંબર 1 માં સાફ-સફાઈ નો અભાવને લઈ સંજેલી તલાટી સરપંચને લેખિત રજૂઆત કરાઈ. સંજેલી ગ્રામ પંચાયત સમાવેશ વોર્ડ નંબર એકમાં સાત દિવસથી સફાઈ કામદાર ન આવતા તેમજ પંચાયતનું ટ્રેક્ટર કચરો લેવા ન આવતા સંજેલી ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત રજૂઆત કરાઈ સફાઈ કામદારના મકડદમ કનુભાઈ અને જાતે સભ્ય અને એમનો જ વોર્ડ હોવા છતાં પણ કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી વોર્ડ નંબર એકમાં તાત્કાલિક સ્થળ તપાસ કરી સાફ-સફાઈ કરાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરવામાં આવી તેમજ સફાઈ કામદારના મકડદમ દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી તો પંચાયત દ્વારા પગાર કેમ ચૂકવવામાં આવે છે તેવા અનેક સવાલો ગ્રામજનોમાં ગુંજાઈ રહ્યા છે સફાઈ ન થતા અનેકવાર સરપંચ સભ્યોને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇ આજરોજ સંજેલી ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવી.
*વધુ કામદાર મુકવા માટે સરપંચને રજૂઆત કરી છે:- મકડદમ કનુભાઈ*
વોર્ડ નંબર 1 માં સફાઈ કામદાર સફાઈ કરે છે પણ બે-ત્રણ દિવસ છોડીને સફાઈ કરે છે સફાઈ કરવાની જગ્યા વધારે હોવાના કારણે અમુક દિવસો છોડી સફાઈ કરવામાં આવે છે આ બાબતે સરપંચને પણ જાણ કરી છે વધુ સફાઈ કામદાર મૂકવાના છે.
*નગરમાં ગંદકીના અભાવે રહીશો થાક્યા,રજૂઆતો છતાંય પરિણામ શૂન્ય :- ઈરફાન ડોકિલા*
સંજેલી નગરમાં વોર્ડ નંબર એકમાં સફાઈ તેમજ ડોર ટુ ડોરના કચરા માટે ટ્રેક્ટર ન આવતા ગંદકી વધારે થતા અનેકવાર સભ્ય સહિત સરપંચને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ સાફ-સફાઈ ન થતા આજરોજ સંજેલી પંચાયત અને લેખિત રજૂઆત કરવામાં આવી છે વહેલી તકે સાફ-સફાઈ તેમજ કચરા ભરવા માટે ટ્રેક્ટર આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.