સિંગવડ તાલુકામાં બીએસએનએલના ટાવરો ઊભા કરવામાં આવ્યા પરંતુ તે ચાલુ નહીં હોવાના લીધે શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા
સીંગવડ તા. ૧
સિંગવડ તાલુકામાં સરકાર દ્વારા બીએસએનએલના ટાવરો મંડેર મોટા આંબલીયા કટારાની પાલ્લી વગેરે ગામોમાં બીએસએનએલના ટાવરો નાખવામાં આવ્યા અને ટાવરો ઉભા પણ થઈ ગયા હોય છતાં તે ટાવર ચાલુ નહીં કરાતા સિંગવડ તાલુકાના ઊંડાણ તથા ડુંગરાળ વિસ્તારના ગામડાઓમાં નેટવર્ક નહીં મળતું હોવાના લીધે મોબાઈલ ધારકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે જ્યારે આ ટાવર ઉભા કરવાનો ખર્ચ થયા પછી પણ તેને ચાલુ નહીં કરાતા સરકારે પણ તેમના રૂપિયા વેડફિયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે બીએસએનએલના ટાવરો ઊભા કરવાનો ખર્ચ થયા પછી પણ તેને ચાલુ નહીં કરાતા ચાલુ કરવામાં આવે તો મોબાઈલ ધારકોને તેમના રૂપિયા ખર્ચવામાં આવ્યા તેનું પૂરું વરતળ મળી શકે તેમ છે જ્યારે મોબાઈલ ધારકો દ્વારા દર મહિને રિચાર્જ કરવામા આવે છે પરંતુ મોબાઇલ નેટવર્ક નહીં મળતા તે રિચાર્જ કરેલા રૂપિયા પાણીમાં જાય છે જ્યારે પ્રાઇવેટ મોબાઈલ કંપનીઓ દ્વારા 4g અને 5g લોન્ચ કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે તો બીએસએનએલ તો સરકારી કંપની હોય તે પણ સારું નેટવર્ક આપી શકે તેમ છે પરંતુ આ સિંગવડ તાલુકાના ઘણાં ગામડાઓમાં ટાવર ઉભા કર્યા પછી પણ તેને ચાલુ કરવામાં સરકારી તંત્ર ઉદાસીનતા દર્શાવતું હોય તેમ લાગી રહ્યું છે સરકારી તંત્રને ગામડાના ડુંગરાળ વિસ્તારના લોકોની નથી પડી તેમ લાગી રહ્યું છે જ્યારે આ સિંગવડ તાલુકામાં બીએસએનએલના ટાવર ચાલુ થાય તો મોબાઈલ ધારકો દ્વારા તેમના રૂપિયા ખર્ચવામાં આવ્યા તે માથે પડે તેમ નહી લાગે સુ સિગવડ તાલુકાના બીએસએનએલના ટાવર ટૂંક સમયમાં ચાલુ થઈ જશે ખરા? તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કે પછી જેમ આટલા સમય ચાલતા હોય તેવી રીતના જ ચાલશે.