બાબુ સોલન્કી :- સુખસર
ફતેપુરા તાલુકાના વાંગડની પ્રસુતાને 108 એમ્બ્યુલન્સમાં સ્ટાફ દ્વારા સફળ પ્રસુતિ કરાવાઈ
ફતેપુરા 108 એમ્બ્યુલન્સના પાયલોટ તથા ઇ.એમ.ટી દ્વારા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી:બાળક તથા માતાની તબિયત તંદુરસ્ત
સુખસર,તા.31
આજરોજ ફતેપુરા તાલુકાના વાંગડ ગામના સ્થાનિક સગર્ભા વહેલી સવારના સમયે પ્રસુતિની પીડા ઉપડતાં 108 ની મદદ લેવામાં આવી હતી. ત્યારે નજીકની એમ્બ્યુલન્સ ફતેપુરા 108 ની ટીમ ને સવારે લગભગ 05:00 વાગે કૅસ મળતા 108 ના ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન મુકેશભાઈ મકવાણા અને પાયલોટ મહેન્દ્રભાઈ પારગી તાત્કાલિક વાંગડ ગામે પહોંચી ગયા હતા.સ્થળ ઉપર પહોંચી સગર્ભા મહિલાને તપાસતા જોયું કે પ્રસૂતિનો દુખાવો ખૂબ વધારે હતો.અને તાત્કાલિક ડિલિવરી કરાવવાની ફરજ પડે તેમ હતું.તેથી પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.108 કોલ કેન્ટરના ERCP ફિજીસિયન ડોક્ટર જે.ડી.પટેલ ના માર્ગદર્શનથી અને EMT મુકેશભાઈ મકવાણા અને પાયલોટ મહેન્દ્રભાઈ પરગીની સૂઝબૂઝ થી સગર્ભા બહેનની એમ્બ્યુલન્સમાંજ બહુ કાળજી પૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ હતી.અને નવજાત શિશુ ને જન્મ આપ્યો હતો.સારવાર આપતા આપતા ફતેપુરા સરકારી દવાખાનામાં લઈ ગયા હતા.હાલ માતા અને બાળક ની તબિયત સ્થિર અને તંદુરસ્ત છે. ફતેપુરા સરકારી દવખાનાના ડોક્ટરને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાથી રવાના થયા હતા.આ રીતે 108 એમ્બ્યુલન્સ ની ટીમે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.