રાજેશ વસાવે :- દાહોદ
લગ્નની ખરીદી કરવા આવેલાં પરીવાર અક્સ્માતનો ભોગ બન્યો, ક્ષમતા કરતા વધુ વજનથી અકસ્માતની આશંકા.
દાહોદમાં માલવાહક લિફ્ટ તૂટતાં સર્જાયેલી દુર્ઘટનામાં એકનું મોત, પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..
દાહોદ તા.૩૦
દાહોદ શહેરના માણેકચોક પર આવેલી ફર્ચીચરની દુકાનની માલવાહક લીફ્ટ અચાનક તૂટી પડતા દુકાનમાં કામ કરનાર સાહડા ગામનાં યુવકનું મોત થયું છે.જ્યારે લગ્નની ખરીદી કરવા માટે આવેલાં ત્રણ મહીલા સહીત 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.બનાવના પગલે આસપાસના ભેગા થયેલા લોકો પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના માણેકચોક પાસે આવેલી મંજલા શેખ સેફુદ્દીન અલિહુસેંન ઝેની વુડન અને સ્ટીલ ફર્નિચરની દુકાનમાં આશરે ચાર વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના ખરોદા ગામનાં રમીલાબેન ડોડીયારની પુત્રીના આવતીકાલે લગ્ન હોવાથી રમીલાબેન ડોડીયાર,સુનિતાબેન ડોડીયાર,લાડુડીબેન ડોડિયાર, હરસિંગભાઈ ડોડીયાર, તેમજ સકનભાઈ ડોડીયાર સહિત લગ્નની ખરીદી કરવા માટે દુકાનમાં આવ્યાં હતાં. જે બાદ લિફ્ટ મારફતે ઉ ત્રીજા માળે જતી વખતે અચાનક લીફ્ટ તુટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.અને લિફ્ટ ધડાકાભેર નીચે આવતા નીચે દુકાનમાં લિફ્ટ પાસે કામ કરી રહેલા ગરબાડા તાલુકાના સહાડા ગામનો રોહિત દિનેશભાઈ રાઠોડનાં માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.
જ્યારે લિફ્ટમાં બેસેલા ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓને શરીરના ભાગે ઇજાઓ પહોચી હતી. આ દરમિયાન ધડાકા ની આવાસથી ભેગા થયેલા આસપાસના લોકોએ ઇજાગ્રસ્તોને 108 મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ત્યારે બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા એ ડિવિઝન પોલીસ ઘટનાએ પહોંચી હતી. અને મરણ જનાર રોહિત દિનેશ રાઠોડનાં મૃતદેહને પીએમ અર્થે નજીકના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
*છોકરીના લગ્ન પ્રસંગની ખરીદી કરવા આવતા અકસ્માતનો ભોગ બન્યા.*
ખરોદા ગામની રમીલાબેન ડોડીયાર તેમના પરિવારના પાંચ વ્યક્તિઓ સાથે સ્ટીલ ફર્નિચરની દુકાનમાં ખરીદી કરવા આવ્યા હતા. અને લિફ્ટમાં સવાર થઈ ત્રીજા મળે જતા સમયે આ ઘટના બની હતી જેમાં સરોડા ગામના પરિવારનાં સભ્યોને હાથ પગ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઉપરોક્ત પાંચેક ઇજાગ્રસ્તોને દાહોદના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
*સ્ટીલ ફર્નિચરની દુકાનમાં કામ કરતા ગરબાડાનો 21 વર્ષથી યુવક કાળ નો ભોગ બન્યો.*
ગરબાડા તાલુકાના સાહડા ગામનો 21 વર્ષીય રોહિત દિનેશ રાઠોડ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો. અકસ્માત સમયે લિફ્ટ તૂટી ધડાકાભેર નીચે આવી હતી. તે દરમિયાન દિનેશ રાઠોડ લિફ્ટ પાસે ઉભેલો હતો. લિફ્ટ સાથે અથડાતા તેના માથાના ભાગે પહોંચતા તેના પ્રાણ પખેલું ઘટના સ્થળે જ ઊડી ગયા હતા.