રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામ ખાતે નલ સે જલ યોજના પાણીના ટાંકાની કામગીરી પૂર્ણ છતાં , કોન્ટ્રાક્ટર પાસે ટાઈમ ન હોવાથી પરિસ્થિતિ જે તે સ્થે ….
ગરબાડા તા . 30
ગુજરાત સરકાર દ્વારા જેવાડાના માનવીને પાણીની સુવિધા મળી રહે તે અંતર્ગત નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે કનેક્શન આપીને પીવાનું પાણી પૂરું પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જ્યારે અમુક વિસ્તારોમાં નલ સે જલ યોજના અંતર્ગત ૧૦૦ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેના પ્રમાણપત્રો આપીને બિલ પણ કાઢી દેવામાં આવ્યા છે ત્યારે આજે ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામ ખાતે જલસા જલ યોજના અંતર્ગત બણાવવામાં આવેલ પાણીનો ટાંકા સ્લેપ તેમજ ટાકો તૈયાર થયો ને પાંચ મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ટાકો બનાવવા માટે આવેલ લોખંડની પ્લેટ તેમજ સ્લેબના બંબો પણ હજી સુધી છોડવામાં આવ્યા નથી ઉલ્લેખનીય છે કે સરપંચ દ્વારા અવારનવાર પાણી પુરવઠા ના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે આ બાબતે કોન્ટ્રાક્ટરને પણ ફોન કરવામાં આવ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટર પાસે સમય નથી તેમ જ તેમનો ફોન લગાવવામાં આવે તો હું આવું છું પછી કરી દઈશ તેમ કરીને ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવે છે અને ખોટા ખોટા આશ્વાસનો આપવામાં આવે છે તંત્ર દ્વારા આ પગલે કાર્યવાહી કરવામાં આવે અને લોકોને નલ સેજલ યોજના અંતર્ગત લોકો સુધી પાણી પહોંચે તે માટે આ ટાકા સાથે પાઇપલાઇનનું કનેક્શન જોડવામાં આવે તે જરૂરી બન્યું છે