સંજેલીના ભાણપુરમાં ગૌચર જમીનમાં દબાણ મામલો
મુખ્યમંત્રી તેમજ હાઇકોર્ટ સુઘી રજૂઆત બાદ તંત્ર જમીન ખુલ્લી કરવામાં નિષ્ફળ.
સંજેલી તા.૨૯
સંજેલી તાલુકાના ભાણપુર સહીત તાલુકાઓમાં આવેલી ગૌચરની જમીનો ખુલ્લી કરવા માટે વારંવાર જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા તાલુકા અને મુખ્યમંત્રી તેમજ હાઇકોર્ટ સુધી રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નિષ્ફળ નીવડી છે. ભાણપુર ગ્રામ પંચા તમાં આવેલી સર્વે નંબર એક વાળી ગૌચરની જમીન પર કુટું ીભાઈઓ દ્વારા ગેરકાયદે દબાણ કરી લેતા દબાણ ખુલ્લું કરવા માટે પરમાર રમેશભાઈ ચુનિ ાભાઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જેને લઈને 12 માર્ચના રોજ તલાટી કમ મંત્રીની ઉપસ્થ તિમાં ગૌચરની જમીનની માપણી કરવામાં આવી હતી. જે બાદ દબાણ કરતાંઓ દ્વારા એકદમ ઉશ્કેરાઈ જઈ અને તારીખ 25 મીના રોજ અરજદ રોના ઘરે પહોંચી ગયા હતા અને જ્યાં મકાનને તોડફોડ કરતાં 100 નંબર પર બનાવ સંદર્ભે જાણ કરી હતી.
જે બાદ સંજેલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 100 નંબર પર કોલ કરનાર તેમજ તેના ભાઈને પોલીસ મથકે લાવી અને જમીન પર મુક્ત કર્યા હતા. પંચાયત તંત્ર દ્વારા ગૌચરની જમીન માત્ર માપણી કરાવી અને સંતો વાની હોય તેમ તેનો કબજો મેળવ ામાં આવ્યો નથી. સરકાર દ્વારા વારંવાર ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે તાલુકા અધિક રીને સૂચનાઓ આપવામાં આવે છે અને દર મહિને તેનો રિપોર્ટ રજૂ કરવાનો હોય છે તેમ છતાં પણ સંજેલી તાલુકાની ગૌચરની જમીનો પર ની દબાણો ખુલ્લા કરવામાં પંચાયત તંત્ર અને તાલુકા અધિકારી નિષ્ફળ નિવડો હોય તેમ જાગૃત લોકો દ્વારા રજૂઆ તોને પણ ધ્યાને લેવામાં આવતું નથી.
*માપણી દરમિયાન દબાણ સામે આવ્યું છે :- એસ.એફ મહિડા, તલાટી કમ મંત્રી, ભાણપુર*
માપણી દરમિયાન દબાણ જણાયું હતું ભાણપુર ગ્રામ પંચાયતમાં સર્વે નંબર એકની જમીન ગૌચરની છે. તેની જમીનની માપણી કરતા અરજદાર તેમજ તેના પરિવાર દ્વારા દબાણ કરી મકાનો બનાવ્યાં છે. જે માપણીમાં હદ નિશાન કરતા જાણવા મળ્યું હતું
*ગૌચર જમીન પર દબાણ ખુલ્લું કરાય તો મને કોઇ વાંધો નથી- રમેશભાઈ*
ગૌચર જમીન પરના દબાણની અરજીને લઈને પરિવાર દ્વારા અમારા પર તેમજ મકાન પર હુમલો કરી અને મકાનના નળિયા તોડી નાખ્યા હતા. જેને લઈને 100 નંબર પર બનાવની જાણ કરી હતી અને સંજેલી પોલીસ આવતા મને અને મારા ભાઈને ઉઠાવી લઈ ગયા હતા. અને ગૌચરની જમીન પર મારું કોઈ પણ જાતનું દબાણ નથી અને જો મારો દબાણ હોય તો ખુલ્લું કરવામાં આવે તો મને કોઈ વાંધો નથી