રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ કોંગ્રેસમા ભડકો:જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી સહિત ફતેપુરા, સંજેલી અને સીંગવડના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા..
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લામા કોંગ્રેસમાં પાર્ટી તુટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડ સહિત સીંગવડ, સંજેલી અને ફતેપુરા તાલુકાના સેંકડો કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
લોકસભા અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ફતેપુરા સંજેલી અને સિંગવડ તાલુકાના સિનિયર કોંગ્રેસના કાર્યકર્તાઓ એ કોંગ્રેસને છેલ્લા રામ રામ કર્યા હતા અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. કોંગ્રેસના સીનિયર કાર્યકર્તા અને ફતેપુરા તાલુકા આદિવાસી સમાજમા મજબૂત પકડ ધરાવતા અને જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમા જોડાયા હતા, ત્યારે ભાજપનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક કોંગ્રેસ માટે કપરા ચઢાણ હોય તેમ લાગી રહ્યુ છે, ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજ વધુ કેટલા કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ હાલ જોવાઇ રહી છે.