Sunday, 06/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના બાવકા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ઝોલાંછાપ ડોક્ટર પકડાયો.. 

May 8, 2021
        1217
દાહોદ તાલુકાના બાવકા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ઝોલાંછાપ ડોક્ટર પકડાયો.. 

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ તાલુકાના બાવકા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ઝોલાંછાપ ડોક્ટર ને મામલતદાર તેમજ આરોગ્ય વિભાગનીની ચેકીંગ દરમિયાન પકડાયો

દાહોદ તા.6

દાહોદ તાલુકાના બાવકા ગામે ડિગ્રી વગર બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા પરપ્રાંતીય (પશ્ચિમ બંગાળનો) યુવકને દાહોદના ઈન્ચાર્જ મામલતદાર, આરોગ્ય વિભાગ સહિત પોલીસની ટીમે ઝડપી પડ્યો છે.

 

પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદના ઈન્ચાર્જ મામલતદાર કુલદીપ દેસાઇ (મામલતદાર ગરબાડા) તથા ભાઠીવાડા પીએચસીના મેડિકલ ઓફિસર ડો.પ્રદીપભાઈ વાળંદ, જેસાવાડા પીએસઆઇ વી.આર.મકવાણા સહિતની ટીમે મળેલ બાતમીના આધારે ગતરોજ તારીખ.૦૭/૦૫/૨૦૨૧ ના રોજ દાહોદ તાલુકાના બાવકા ગામે તપાસ હાથ ધરી બાવકા ગામે ગામતળ ફળીયામાં પરમાર અભેસિંહ કસનાભાઈના મકાનમાં કોઈપણ જાતની ડિગ્રી કે તબીબી રજીસ્ટ્રેશન, લાયસન્સ વગર બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા હાવડા-પશ્ચિમ બંગાળના બિસવાસ જયકુમાર સુભાષભાઈ નામના યુવકને ઝડપી પાડયો છે.

 

આ યુવક તબીબ હોવાની ખોટી ઓળખ ઉભી કરી ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક બાવકા ગામે કોઈપણ જાતની ડિગ્રી કે તબીબી રજીસ્ટ્રેશન, લાયસન્સ વગર બોગસ દવાખાનુ ચલાવતો હતો. મામલતદાર સહિતની ટીમે જરૂરી પંચક્યાસ કરી આ બોગસ તબીબ યુવક પાસેથી દવાનો જથ્થો પણ કબ્જે કરેલ છે.

 

જેસાવાડા પોલીસે હાવડા-પશ્ચિમ બંગાળના આ બોગસ તબીબ યુવક બિસવાસ જયકુમાર સુભાષભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!