બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટાફ તથા બી.એસ.એફ ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા અને સુરક્ષા કરવા પોલીસ તથા ભારતીય સૈન્યના બી.એસ.એફના જવાનોએ પોલીસ તેમજ સૈન્ય બળનું શક્તિ પ્રદર્શન કર્યું હતું
સુખસર,તા.21
આગામી સમયમાં દાહોદ જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો,વ્યવસ્થા અને સુરક્ષા,સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરવા સુખસર પોલીસ તથા ભારતીય સૈન્યના બી.એસ.એફના જવાનોએ આજરોજ સુખસર ખાતે ફ્લેગ માર્ચ યોજી પોલીસ તેમજ સૈન્ય બળનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. લોકશાહીના મહાપર્વ ગણાતા એવા લોકશાહી ઇલેક્શન-2024 ની જાહેરાત થતાં સમગ્ર ભારત ભરમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે.અને લોકશાહીની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સહિત ચૂંટણી પંચ અને જે-તે લોકસભા મત વિસ્તારનું સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર ચૂંટણીની આગોતરી તૈયારીઓમાં જોતરાઈ ચૂક્યા છે.
દાહોદ લોકસભાની ચૂંટણી અંગે જાહેરાત થતા જ સમગ્ર દાહોદ જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે જેથી સમગ્ર વહીવટી તંત્ર દ્વારા લોકશાહી ઢબે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે સુખસર નગર ખાતે સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ તથા પોલીસ સ્ટાફ સહિત બી.એસ.એફના જવાનો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.આગામી લોકસભાની ચૂંટણીના પડધમ ચાલુ થઈ ગયા હોવાના સાથે પોલીસ પણ ચૂંટણીના કામમાં લાગી જતા કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જી.બી ભરવાડ તથા સ્ટાફ સહિત બી.એસ.એફના જવાનો દ્વારા સુખસર નગરમાં સુખસરના તમામ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.