
રાજેન્દ્ર શર્મા/ જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં એક મહિલા સહીત 28 જેટલાં ભેજાબાજોએ બોગસ સોગંધનામાં કરી બારોબાર જમીન પચાવવાનું કારસો ઘડ્યો:લેન્ડ ગ્રે્બિંગ અંતર્ગત ગુનો નોંધાયો..
મામલતદાર દ્વારા દાહોદ શહેર પોલીસે 28 લોકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો, બહ માફિયાઓમાં ફફડાટ
દાહોદ તા.૨૧
દાહોદ શહેરના સહકાર નગર ખાતે એક સર્વે નંબરવાળી જમીનમાં એક મહિલા સહિત ૨૮ જેટલા ઈસમોએ એકબીજાના મેળાપીપણમાં જમીન પોતાના નામે કરાવી લેવા માટે અને પરવાનગી મેળવવાના કામે ખોટું સોગંધનામું અને ખોટી સહીઓ કરી કાવતરૂં રચતાં આ અંગેની જાણ દાહોદ મામલતદારને થતાં તેઓ દ્વારા મહિલા સહિત ૨૮ ઈસમો વિરૂધ્ધ લેન્ડ ગ્રે્બિંગ અંતર્ગત દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરના સહકાર નગર ખાતે આવેલ રે.સ.નં.૭૬૯/૪ પૈકી ૧ ક્ષેત્રફળ ૧૭૬૨ ચોરસ મીટરવાળી જમીનમાં જ.મ.કા.ક. ૬૫ અન્વયે પરવાનગી મેળવવાના કામે આરોપી નામે માળી લીલાબેન રાજુભાઈ તેમજ તેમની સાથે અન્ય ૨૮ જેટલા ઈસમોએ એકબીજાના મેળાપીપણમાં આગોતરૂં કાવતરૂં રચી તારીખ ૧૨.૧૨.૨૦૧૮ના વર્ષ દરમ્યાન આ જમીન બાબતનું ખોટુ સોગંધનામું કરી, ખોટી સહીઓ કરી, હકીકતો રાજ્યસેવક સામે રજુ કર્યાં હતાં. આરોપીઓ પોતે જમીનના માલિક ન હોવાનું જાણતાં હોવા છતાંય પણ રાજ્ય સેવકના કર્મચારીને તે રીતે હકીત સાચી માની લે તે માટે ખોટા પુરાવા સ્વરૂપે સોગંધનામું તૈયાર કરી તેમાં પોતે જમીનના માલિક છે અને જમીન તેઓના કબજામાં છે તેવું ખોટું જણાવી ગેરમાર્ગે દોરી ખોટો હુકમ કરાવવા કાર્યરત થયાં હતાં.
ઉપરોક્ત સમગ્ર મામલાની જાણ દાહોદ મામલતદારને થતાં તેઓ દ્વારા તાત્કાલિક એક્શન સ્વરૂપે પગલાં લીધાં હતાં અને ઉપરોક્ત મહિલા સહિત ૨૮ ઈસમો વિરૂધ્ધ આ મામલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રે્બિંગ અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————