રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ માં બિરસામુંડા ટ્રસ્ટ દ્વારા તાલુકા ભીલ સમાજ લગ્ન બંધારણ અમલીકરણ સભા યોજાઈ
ઉસરવાણ ખાતે ચોસાલા રોડ બીરસા મુંડા આદીવાસી સમાજ ભવન દાહોદ ની પાસે સભા મળી હતી.
દાહોદ તા. ૧૮
છેલ્લા કેટલાક સમયથી જનજાગૃતિ અભિયાન ચલાવ્યું ચાલતું હતું સાથો સાથ ૦૪-૦૨-૨૪ ના રોજથી ભીલસમાજ લગ્ન બંધારણ પ્રાચાર, પ્રચાર રથયાત્રા દાહોદ તાલુકા ના તમામ ગામો માં ફેરવી ગામે ગામ બેઠકો, રાત્રી સભા ભરી જન જાગૃતિ અભિયાન ચલાવ્યું જેના માધ્યમથી દાહોદ તાલુકા ની જાહેર સભા
ઉસરવાણ ખાતે ચોસાલા રોડ બીરસા મુંડા આદીવાસી સમાજ ભવન દાહોદ ની પાસે સભા મળી હતી.
*કાયૅકમ ની રુપ રેખા શરૂઆત*:-
સર્વ પ્રથમ દિપ પ્રાગટય કરી બિરસા મુંડા જી ને ફુલ માળા ચડાવી આવેલ સમાજના આગેવાનોનુ મંચ ઉપર શાબ્દિક ગુલાબ ફુલ આપી સ્વાગત કરવામાં આવ્યું
જેમાં દાહોદ તાલુકા 89 ગામમાંથી હાજર સમાજના સરપંચશ્રીઓ , આગેવાનો, પટેલો, કોટવાળ ,તડવી પુજારા લગ્ન વિધિ માં બેસતા તમામ ભીલ સમાજના આગેવાનો…
બિરસા મુંડા આદીવાસી સમાજ ભવન અધ્યક્ષ શ્રી વી એમ પારગી સાહેબ ગુજરાત ADGP Rtd
ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ ના મંત્રી શ્રી કલસિગ મેડા સાહેબ શ્રી
દાહોદ તા.પં. ના ર.પૂવૅ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર સાહેબ શ્રી
સમાજના કાયૅ સાથે સંકળાયેલા સૌ મોભી શ્રી આગેવાનો હાજર રહ્યા જેઓ એ સર્વાનું મતે *દાહોદ -પંચમહાલ -મહિસાગર જિલ્લાના ભીલ આદિવાસી સમાજનાં સુચિત ભીલ સમાજ પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ લગ્ન બંધારણ* માગૅદશૅન ગાઈડલાન પુસ્તિકા મુજ્બ લગ્ન કરવા માટે દાહોદ તાલુકા ના તમામ ગામોમાં અમલ કરવા અને કરાવવા માટે તમામ આગેવાનો એ મક્કમ નિર્ધાર કર્યો પ્રતિજ્ઞા કરી સાથે કડક શબ્દોમાં જે પાલન ન કરે તેના ઉપર ભીલસમાજ પંચ દ્વારા નક્કી કરાયેલા બંધારણ નું ઉલ્લંધન કરેશે પાલન ના કરશે તેવા સંજોગોમાં માં ફળીયા, ગામ પંચ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથો સાથ કાયદાકીય જોગવાઈઓ મુજબ જો કોઈ ગેર રીતી રીવાજો સામે આવશે તો *બિરસા હેલ્પલાઇન ૬૩૫૩૩૯૨૯૨૨ નંબર* ઉપર જાણ કરવામાં આવશે એક્શન લેવા માટે મદદરૂપ થવા વિનંતી કરી કાયદાકીય રીતે ફરીયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવો સર્વ સંમતિથી સૌ દાહોદ તા.ભીલ સમાજ જનો એ નિણૅય કરેલ છે.
જે સૌએ સમર્થન કરી સમાજના ઉત્થાન માટે હિત માટે ગરીબ માં ગરીબ પરીવાર ના લગ્નો માં અત્યાર સુધીમાં થતા ખોટા મોટા ખર્ચાઓ જોતા એક લગ્ન માં ૧૨ થી ૧૫ લાખ રૂપિયા થય રહ્યા હતા તે ઘટીને ૨ થી ૩ લાખ રૂપિયા સુધીમાં આ લગ્ન બંધારણ અમલ થતા થસે.
સુચિત ભીલસમાજ પંચ દાહોદ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ