કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના નલ સે જળ યોજના જ્યાં દેખો ત્યાં પાઇપો ફાટી જતા લોકો પાણીથી વંચિત
સીંગવડ તા. ૧૬
સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં નલ સે જળ યોજનામાં પાણી ચાલુ કરવામાં આવ્યું ત્યારે બીલવાળ ફળિયામાં આ નલ સે જળ યોજનાની પાઇપો જ્યાં દેખો ત્યાં ફાટી જતા આ નલ સે જળ યોજનાની લાઈન બંધ કરી દેવામાં આવી જ્યારે નલ સે જળ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને આ પાણી લોકોના ઘરે-ઘરે પહોંચે અને લોકોને પાણી માટે વલખા નહીં મારવા પડે તે માટે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યો પરંતુ સિંગવડ ના બધા જ ફળિયામાં આ નલ સે જળની લાઈનોમાં જ્યાં દેખો ત્યાં પાઇપો ફાટીને નલ ના જળ લોકોના ઘર સુધી પહોંચ્યા નથી પરંતુ જમીન પર વેરાઈ ને જળ પૂરા થઈ ગયા જ્યારે નલ શે જળની લાઈનો ચાલુ કરવામાં આવે છે તો તે પાણી અંદર જતાની સાથે પાઇપો ફાટવા લાગે છે જ્યારે આ પાઇપો ફાટવાથી તેનું સમારકામ તૈયારીમાં થતું નથી જેના લીધે પાણી માટે લોકોને ફાફા મારવા પડતા હોય છે જ્યારે ઘણા ફળિયામાં હેડ પંપ પણ છે પરંતુ બંધ હાલતમાં હોવાથી લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જ્યારે હવે ભર ઉનાળે પાણી નહીં મળે તો લોકોની શું હાલત થશે તે દેખવા જેવું જ્યારે સરકાર દ્વારા તટસ્થ પણે નલ સે જલ ની તપાસ કરીને જોવામાં આવે તો આ નલ શે જળ ના કોન્ટ્રાક્ટરો દ્વારા વેઠ ઉતારવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ નલ શે જળના પાણી તો લોકોના ઘર સુધી પહોંચ્યા નથી પરંતુ તેના કનેક્શન પહોંચી ગયા છે શું આ પહોંચેલા કનેક્શનમાં નલ ના જલ આવશે ખરી તેની સરકારી તંત્ર દ્વારા તટસ્થ તપાસ થશે ખરી અને જે બોગસ પાઈપો નાખવામાં આવી છે તે ફરીથી નવી સારી પાઇપો નખાશે ખરી તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે