રાજેશ વસાવે :- દાહોદ
લીમડી નજીક વરોડ ટોલનાકુ પુનઃ વિવાદમાં.
આદીવાસી સમાજના આગેવાનો, તેમજ આમાંથી પાર્ટી દ્વારા ટોલનાકા પર ચક્કાજામ:6 ઈસમોની પોલીસ દ્વારા અટકાયત.
ખરાબ રસ્તા અંગે રજૂઆત દરમિયાન અભદ્ર ભાષા નો પ્રયોગનાં આક્ષેપો.
આદિવાસી સમાજના આગેવાનો ધારણા પર ઉતર્યા હતા.
વરોડ ટોલબુથ બોગસ હોવાનાં આક્ષેપો, સમાજના આગેવાનો ચાર દિવસથી ધરણા પર હતા.
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના લીંમડી નજીક આવેલું વરોડ ટોલનાકુ પુનઃ એક વખત વિવાદમાં સપડાયું છે. ચાર દિવસ અગાઉ ટોલનાકા પર ખરાબ રસ્તો હોવાની રજૂઆત કરવા ગયેલા સમાજના આગેવાન પ્રવીણ પારગી જોડે ટોલનાકાના કર્મચારીઓ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ગેર વર્તુણક કરાઈ હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજના આગેવાનો ચાર દિવસથી શાંતિપ્રિય રીતે ધરણા પર ઉતર્યા હતા. છેલ્લા દિવસથી દાણા પર ચાલી રહેલા આદિવાસી સમાજના આગેવાનોની કોઈપણ પ્રકારની સુનવણી ન થતા અને ટોલનાકા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતા આજરોજ સમાજના ઘરણાને ટેકો આપવા ગયેલા કોંગ્રેસના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, કોંગ્રેસના દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદ નીનામા, આમ આદમી પાર્ટીના નેતા નરેશભાઈ બારીયા સહિતના આગેવાનો ટોલનાકા પર પહોંચ્યા હતા.
જે બાદ સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા ટોલનાકા પર હાઇવે ચક્કાજામ કરતા ઓથોરિટી એ સ્થાનિક પોલીસને જાણ કરી હતી જે બાદ સ્થળે પહોંચેલી પોલીસે આદિવાસી સમાજના પ્રવિણભાઇ નગજીભાઈ પારગી,ચિરાગભાઈ જયંતીલાલ અસારી,રમેશભાઈ સુરપાલભાઈ મછાર,શોભનાબેન ડામોર,તથા આમ આદમી પાર્ટીના દાહોદ લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પુનાભાઈ બારીયા, તથા કોંગ્રેસના સુભાષભાઈ ટી પારગી સહીત ૬ ઈસમોની પોલીસે અટકાયત કરી મોડી સાંજે જામીન મુક્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લીમડી નજીક વોરોડો ટોલનાકુ આ અગાઉ પણ વિવાદમાં સપડાયેલું રહ્યું છે. કોંગ્રેસ તેમજ આદિવાસી સમાજના આક્ષેપો અનુસાર આ ટોલનાકુ પેપર પર રાજસ્થાનની હદમાં બોલે છે. સાથે જે જગ્યા પર અત્યારે ટોલનાકું કાર્યરત છે તે જગ્યા લીમડી ગ્રામ પંચાયતમાં આવે છે. લીમડી ગ્રામ પંચાયતમાં આ ટોલનાકા નો કોઈ ઉલ્લેખ નથી. નાકા પર બોર્ડમાં વરોડ ગ્રામ પંચાયત લખેલું છે. જોકે વરોડ ગ્રામ પંચાયત આ ટોલનાખાતી એક કિલોમીટર દૂરથી શરૂ થાય છે. આ તમામ આક્ષેપો ની વચ્ચે છેલ્લા ચાર દિવસથી ધરણા પર ચાલી રહેલા આદિવાસી સમાજના આગેવાનો તેમજ રાજકીય પક્ષોએ આજે હાઇવે ચક્કાજામ કર્યો હતો. જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા તેઓને ડિટેઇન કરાયા હતા. જોકે આ ટોલનાકા સંદર્ભે લાગતા વળગતા તંત્ર દ્વારા ટોલનાકાનાં સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરી સાર્વજનિક કરાય જેથી કરીને ટોલનાકાને લઇ જે વિવાદ છેલ્લા કેટલા સમયથી ઉઠવા પામ્યો છે તે કાયમ માટે નિકાલ થાય તેમ છે.