કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં ચાલતી બસોના રૂટો બંધ કરી દેવાતા પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ..
સીંગવડ તા. ૧૨
સિંગવડ તાલુકાના મેથાણ ગામમાં થોડા સમય પહેલા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા મેથાણ લીમખેડા બસને લીમખેડા બસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું તે સમયે બસને ચાલુ કરવામાં આવી હતી પરંતુ તે બસ થોડાક સમય ચાલી પછી તેને બંધ કરી દેવામાં આવી જ્યારે પતંગડી બસના રૂટને પણ નવો સાંસદ તથા ધારાસભ્ય દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો પરંતુ આ બસનો રૂટ પતંગડી થી પીપલોદ ચલાવવામાં આવવાની હતી પરંતુ તેને પણ બંધ કરીને ખાલી પિપલોદ થી રણધીપુર ના 14 ફેરા મારવાના હતા એમા જ આ બસને જોઈન્ટ કરી દેવામાં આવતા પતંગડી વાળી બસ પણ બંધ કરી દેવામાં આવી છે જ્યારે મોડલ સ્કૂલ બસ બોર્ડની પરીક્ષા ચાલતી હોવાના લીધે તે બસના પણ વહેલી કરી દેવામાં આવી પરંતુ તે બસને પાછી રૂટ પ્રમાણે ચાલુ રાખવામાં નહીં આવતા આ બસના પેસેન્જરોને અટવાવવાનો વારો આવ્યો છે.જેમેથાણ બસ ચાલુ કરવામાં આવે તો તે એક ફેરો સુડિયા પણ આપવામાં આવ્યો છે જે આ રૂટ પર એક પણ બસ નહીં હોવાના લીધે તે બસનો રૂટના તમામ ગામના પેસેન્જરો ને બસનો લાભ મળી શકે તેમ છે.જ્યારે આ બસોના રૂટો બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ તથા પેસેન્જરોને વાહનોનો ઉપયોગ કરીને આવું જવું પડતું હોય છે.જ્યારે સરકાર દ્વારા બસ ડેપોમાં પરિપત્ર કરવામા આવ્યો છે.કે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ ચાલતી હોય તેવા સમયે બસોના કોઈપણ રૂટ બંધ નહીં કરવા જણાવવામાં આવ્યા છતાં સરકારી અધિકારી દ્વારા સિંગવડ તાલુકામા ચાલતી ઘણી બસોના રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે.અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા પરિપત્રને બસના અધિકારીઓ દ્વારા ઘોલી ને પી જતા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સાંસદ તથા ધારાસભ્ય દ્વારા ચાલુ કરવામાં આવી હતી. પરંતુ માં બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોવા છતાં બસોના રૂટો બંધ થઈ જતા 10 માં અને 12 માં ધોરણના વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે એસટી વિભાગ દ્વારા મામલે ઘટતું કરી પુનઃ બસો શરૂ કરવામાં આવે તો બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને મહદંઅશે રાહત થાય તેમ છે.