#DahodLive#
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોમોટિવ કારખાનાના પ્રથમ ચરણનો વર્ચયુલી લોકાર્પણ કરશે.
રેલ્વે પ્રોડક્શન યુનિટનો બુંનિયાદી ઢાંચો તૈયાર,હવે દાહોદમાં નિર્માણ પામેલા એન્જિન રેલવેના પાટા પર દોડશે..
20,000 કરોડના ખર્ચે રેલ કારખાનામાં 1200 એન્જીન તૈયાર થશે.
9000 HP ના લોકોમોટીવ એન્જીન વિદેશોમાં એકસપોર્ટ થશે…
દાહોદ તા.12
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ખાતેથી દેશભરમાં 85 હજાર કરોડના ઉપરાંતની 6,000 જેટલી રેલ પરિયોજનાઓનો વર્ચ્યુલી લોકાર્પણ કરશે. જેમાં ભારતીય રેલવેમાં મહત્વપૂર્ણ ગણાતા તેમજ દાહોદમાં નિર્માણ પામેલા 9000 એચપીના લોકો મોટીવ રેલ એન્જિન કારખાનાના પ્રથમ ચરણનું વર્ચ્યુલી લોકાર્પણ કરશે.જેમા કુલ 20,000 કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલા રેલવે પ્રોડક્શન યુનિટમાં 663.30 કરોડની લાગત પર બુનિયાદી ઢાંચો બનીને તૈયાર થવા પામેલ છે.
જેમાં પ્રથમ તબ્બકામાં 332.27 કરોડનાં ખર્ચે માટી દ્વારા પુરાણ કામ, બાઉન્ડ્રી વોલ, વરસાદી પાણીનો નિકાલ, લોકો પરીક્ષણ શેડ , ફિટિંગ તથા એસેમ્બલી શોપ, વેરહાઉસ નો નિર્માણ સામેલ છે.જેના પગલે 180 ટનની ક્ષમતાના બે નંગ ટેવર્સર સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 20 એપ્રિલ 2022 નાં રોજ આદીવાસી એકતા સંમેલનમાં હાજરી આપવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 હજાર કરોડના ખર્ચે 9000 HP નાં લોકોમોટીવ કારખાનાની આધારશીલા મૂકી હતી.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલનું પણ દાહોદ ખાતે લોકાર્પણ કરશે જેમાં સ્થાનિક કારીગરો દ્વારા નિર્માણ પામેલી દાહોદની પ્રસિદ્ધ ફર્સ્ટ શિલ્પ તેમજ ઉત્પાદનને મળે તે માટે સ્ટોલ નું લોકાર્પણ કરવામાં આવશે.
રેલ્વે પ્રોડક્શન યુનિટમાં 11 વર્ષમાં 1200 એન્જિન બનશે..
રેલ્વે પ્રોડક્શન યુનિટમાં અત્યારે 663 કરોડનાં ખર્ચે રેલવે કારખાનાનું બુનિયાદી ઢાંચું બનીને તૈયાર થઈ ગયો છે. હમણાં તેમાં એન્જિનના બેસિક આવશે આવશ્યકતા , તથા લોકો મોટી વ એસેમ્બલ કરવામાં આવશે. ત્યારબાદ રેલવે કારખાનામાં 11 વર્ષમાં 9000 hp 1200 જેટલા એન્જિન બનીને તૈયાર થશે. જે ભારત જ નહી વિદેશોમાં રેલના પાટાઓ ઉપર દોડશે.
રેલ કારખાનું શરૂ થતાં દાહોદ જીલ્લાનુ નામ વિશ્વ ફલક પર ગુંજશે.
દાહોદમાં 20,000 કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલા રેલવે પ્રોડક્શન યુનિટમાં 9000 HPના લોકોમોટીવ એન્જિન તૈયાર થશે. માં મેન્યુફેક્ચરિંગ બાય દાહોદનુ ટેગ લાગશે. આ કારખાનામાં બનેલા એન્જીન રેલવેના પાટા ઉપર દોડતા થશે ત્યારે દાહોદ જિલ્લાનું નામ વિશ્વ ફલક પર ગુંજસે તેમાં કોઈ બે મત નથી.